Western Times News

Gujarati News

WTCમાં ૫ ખેલાડીઓએ સૌથી વધુ છગ્ગા ફટકાર્યા

નવી દિલ્હી: World Test Championshipઆગામી મહિને રમાનારી છે. જેમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ સામ-સામે ટકરાશે. આ મેચ ઈંગ્લેન્ડના સાઉથહૈમ્પટનમાં રમાશે. બે વર્ષ પહેલાં ૨૦૧૯માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ઘણાં બધા રેકોર્ડ બન્યાં. એ બેટ્‌સમેનોની યાદી પર એક નજર મારીએ જેમણે આ ટેસ્ટ મેચની ટુર્નામેન્ટમાં સૌથી વધારે છગ્ગા માર્યા હોય.

World Test Championship માં સૌથી વધારે છગ્ગા ફટકારવામાં ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉંડર બેન સ્ટોક્સ નંબર-૧ પર છે. કુલ ૧૭ મેચોમાં સ્ટોક્સે ૩૧ છગ્ગા ફટકાર્યા. આ લિસ્ટમાં બીજી નામ છે ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માનું. રોહિતે કુલ ૧૧ મેચોમાં ૨૭ લાંબા લાંબા છગ્ગા ફટકાર્યા છે. ફાઈનલ મેચમાં રોહિત પાસે સ્ટોક્સનો રેકોર્ડ તોડવાની તક છે.

સૌથી વધુ છગ્ગા ફટકારવામાં વધુ એક ભારતીય ખેલાડીનું નામ છે. ત્રીજા નંબર પરના ખેલાડીનું નામ છે મયંક અગ્રવાલ. તેણે ૧૨ મેચમાં ૧૮ છગ્ગા ફટકાર્યાં છે. આ લિસ્ટમાં ચોથુ નામ છે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંતનું. પંતે કુલ ૧૧ મેચોમાં ૧૬ છગ્ગા ફટકાર્યા છે.

પંત પાસે પણ આ યાદીમાં નામ આગળ કરવાની તક છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે પંતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. આ લિસ્ટમાં છેલ્લું એટલેકે, પાંચમું નામ છે ઈંગ્લેન્ડના સ્ફોટક બેટ્‌સમેન જાેસ બટલરનું. જાેસ બટલર પણ એક વિકેટકીપર બેટ્‌સમેન છે. બટલરે કુલ ૧૮ મેચોમાં ૧૪ છગ્ગા ફટકાર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.