૨૫ દિવસના ટૂંકા ગાળામાં ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં ૧૫૦૦ જેટલા દર્દીઓએ સારવાર મેળવી
૮૦૦ થી વધુ દર્દીઓ સારવાર મેળવી સંપૂર્ણપણે સ્વસ્થ થઇ સ્વગૃહે પરત થયા
છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દાખલ થતા કુલ દર્દીના ૮૨.૫૦ ટકા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા અમદાવાદ શહેરના ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દાખલ થતા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દાખલ થયેલા દર્દીઓમાંથી ૩૨.૫૦ ટકા દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે હોસ્પિટલમાં જ્યારે ૧૭ ટકા થી વધુ દર્દીઓએ ધન્વન્તરી કોવિડ પર પસંદગી ઉતારીને દાખલ થયા હતા.
અમદાવાદ શહેરમાં યુધ્ધના ઘોરણે ડી.આર.ડી.ઓ. અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવેલી ધન્વતરી હોસ્પિટલની શ્રેષ્ઠ સારવારનું આ પરિણામ છે.
છેલ્લા ૨૪ કલાક મા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કોરોનાની સારવાર અર્થે દાખલ થવા આવેલ કુલ કોલ્સ માંથી ૧૭.૫૦ ટકા દર્દીઓ ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે. આ પૈકી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દાખલ થયેલ ૮૦ કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી ૬૬ દર્દીઓ સરકારી હોસ્પિટલમાં જ્યારે ૨૪ દર્દીઓ ખાનગી કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
અમદાવાદ શહેરની કુલ ૧૦ સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ ૬૬ દર્દીઓ પૈકી ૧૪ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,અમદાવાદ શહેરની વિવિધ કોવિડ ડેઝીગ્નેટેડે સરકારી હોસ્પિટલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩૨.૫૦ ટકા દર્દીઓની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં દાખલ થવા પ્રથમ પસંદગી રહી હતી.
૧૦૮ એમ્બ્યુલન્સના કોલ મારફતે હોસ્પિટલમાં દાખલ થતા કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી ૮૨ ટકા થી વધુ દર્દીઓ અમદાવાદ શહેરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે અગ્રિમતા આપીને દાખલ થઇ રહ્યા છે.જ્યારે કુલ કોલ્સના ૧૭ ટકા જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓ જ ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થતા જોવા મળ્યા છે.
અત્યાર સુધીમાં ઘન્વતરી કોવિડ હોસ્પિટલમાંથી ૨૫ દિવસન ટૂંકા ગાળામાં ૧૫૦૦ જેટલા દર્દીઓએ કોરોનાની સારવાર મેળવી છે જેમાંથી ૮૦૦ થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થઇ સ્વગૃહે પરત થયા છે.
જેના પરિણામે શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર અર્થે દાખલ થવા માટે ધન્વતરી કોવિડ હોસ્પિટલને અગ્રમિતા આપી રહ્યા છે.
ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં સ્ટાફનું દર્દીઓ પ્રત્યેનું વલણ હકારાત્મક હોવાના કારણે લોકો અહીં સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે.. નોંધનીય બાબત એ છે કે અમદાવાદ શહેરના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ સ્થિત ધન્વતરી હોસ્પિટલમાં ઉપલબ્ધ ઇન હાઉસ સુવિધાઓ અને શ્રેષ્ઠ સારવાર પધ્ધતિથી દર્દીઓ પ્રભાવિત થઇ રહ્યા છે. ઘણાંય દર્દીઓએ સાજા થઇને સ્વગૃહે પરત ફરતી વેળાએ હોસ્પિટલની સારવાર થી સંતોષ વ્યક્ત કરીને હોસ્પિટલને નમૂનેદાર ગણાવી છે.