Western Times News

Gujarati News

વેક્સિનના જુદા-જુદા ડોઝ ખુબ અસરકારક-સુરક્ષિત છેઃ રિસર્ચ

Files Photo

મેડ્રિડ: કોરોના વાયરસના નવા વેરિયન્ટ ભારત સહિત ઘણા દેશોમાં સામે આવી ચૂક્યા છે. તો, વેક્સિનેશનની ગતિ ક્યાંક ઝડપી તો ક્યાંક ઘણી ધીમી છે. એવામાં વધુમં વધુ લોકોને ઈન્ફેક્શનના ખતરાથી બચાવવા માટે કયા-કયા પગલાં લઈ શકાય તેને લઈને ઘણું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. સ્પેનમાં કરાયેલા આવા જ એક રિસર્ચમાં જણાયું છે કે, કોઈ શખસને પહેલો ડોઝ એસ્ટ્રાજેનેકાનો અને બીજાે ડોઝ ફાઈઝરનો આપવામાં આવે, તો તે ઘણો અસરકારક સાબિત થાય છે અને સુરક્ષિત પણ.

સ્પેનની સરકારી સહાયતા પ્રાપ્ત કાર્લોસ-૩ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટની કોમ્બિબેક્સ સ્ટડીમાં જણાયું કે, બીજાે ડોઝ પણ એસ્ટ્રાજેનેકાનો આપવાને બદલે જાે ફાઈઝરનો આપવામાં આવે તો, લોહીમાં એન્ટીબોડી ૩૦થી ૪૦ ગણી બની જાય છે. આ સ્ટડીમાં ૧૮-૫૯ વર્ષના ૬૭૦ લોકોને સામેલ કરાયા હતા, જેમાંથી ૪૫૦ લોકોને ફાઈઝરનો ડોઝ અપાયો. ૧.૭ ટકા લોકોમાં જ માથું દુઃખાવું કે સ્નાયુમાં દુઃખાવા જેવી સાઈડ ઈફેક્ટ જાેવા મળી, જેને વધુ ગંભીર માનવામાં નથી આવી.

બ્રિટનમાં એક આવા જ સ્ટડીમાં જણાયું કે, ફાઈઝર અને એસ્ટ્રાજેનેકાના ડોઝ આપવા પર એક જ વેક્સીનની સરખામણીમાં વધુ દુઃખાવો કે શરદી જેવી સાઈડ ઈફેક્ટ જાેવા મળી શકે છે. સ્પેનની સ્ટડીનો આ ડેટા પ્રાથમિક છે અને હજુ ફાઈનલ પરિણામ આવવામાં કેટલાક સપ્તાહ લાગી શકે છે. હકીકતમાં, સ્પેનમાં એસ્ટ્રાજેનેકાની વેક્સીન અપાયા બાદ લોહી જામી જવાના મામલાને ગંભીરતાથી લેવાયો છે. તેને પગલે અહીં વેક્સિનેશન માટે ઘણા વિકલ્પ શોધવામાં આવી રહ્યા છે. ભારતની જેમ સ્પેનમાં પણ એસ્ટ્રાજેનેકાનો પહેલા અને બીજાે ડોઝમાં ૧૬ સપ્તાહનો સમયગાળો કરાયો છે. આ વધેલા સમયમાં તે વાયરસ સામે સુરક્ષા માટે બીજી રીત શોધવાના પ્રયાસમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.