Western Times News

Gujarati News

ફ્લિપકાર્ટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) નું ઉલ્લંઘન કર્યું

Files PHoto

વોલમાર્ટની માલિકી હક્કવાળી ફ્લિપકાર્ટ રિટેલ પ્રાઇઝ પર વિપરિત અસર કરતું બિઝનેસ મોડલ ધરાવે છે :CAIT

નવી દિલ્હી: ટ્રેડર્સ બોડી સીએઆઈટીએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે ફ્લિપકાર્ટ એફડીઆઈ અને ટેક્સેશન નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે જેની તપાસ કરાવવામાં આવે. સીએઆઈટીએ તેની સાથોસાથ આરોપ મૂક્યો છે કે, વોલમાર્ટની માલિકી હક્કવાળી ફ્લિપકાર્ટ રિટેલ પ્રાઇઝ પર વિપરિત અસર કરતું બિઝનેસ મોડલ ધરાવે છે. સીએઆઈટીનો આરોપ છે કે ફ્લિપકાર્ટ ઇન્વેન્ટ્રી પર નિયંત્રણ મેળવવા માટે પોતાના બિઝનેસ મોડલનું પુનર્ગઠન કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રીને લખેલા પત્રમાં Confederation of All India Traders જણાવ્યું કે, ફ્લિપકાર્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું ઉલ્લંઘન કરી રહી છે, આ ઉપરાંત માર્કેટપ્લેસમાં એવું બિઝનેસ મોડલ અપનાવી રહી છે

જેનાથી ઇવેન્ટરી અને છૂટક કિંમતો પર નિયંત્રણ રાખી શકાય. ઇ-કોમર્સ કંપનીઓને એફડીઆઈ પોલિસી હેઠળ આવા પ્રકારના પગલાં ભરવા નિયમોની વિરુદ્ધ છે. ફ્લિપકાર્ટના પ્રવક્તાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું કે, એક માર્કેટપ્લેસના રૂપમાં ફ્લિપકાર્ટનો પ્રયાસ હંમેશા સ્થાનિક વિક્રેતાઓ એમએસએમઈ અને ૩૦૦ મિલિયનથી વધુ ગ્રાહકોની વચ્ચે પારદર્શી અને કુશળ રીતે ખરીદી અને વેચાણની સુવિધા માટે ટેક્નોલોજી અને ઇનોવેશનનો ઉપયોગ કરવાનો રહ્યો છે. ફ્લિપકાર્ટના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, અમે આવી જ પારદર્શિતા સાથે કામ કરતાં રહીશું જેમાં એફડીઆઈ અને રેગ્યુલેટરી ફ્રેમવર્કનું પાલન કરવામાં આવી રહ્યું છે. અમારા આ પ્રયાસથી રોજગાર પણ ઉત્પન્ન થઈ રહ્યું છે.

અમારી સાથે ૩ લાખ સેલર જાેડાયેલા છે જેઓ ફ્લિપકાર્ટની ઇકોસિસ્ટમના અગત્યનો હિસ્સો છે. નોંધનીય છે, વોલમાર્ટે વર્ષ ૨૦૧૮માં ફ્લિપકાર્ટમાં ૧૬ બિલિયન અમેરિકન ડૉલરનું રોકાણ કરીને ૭૭ ટકા હિસ્સેદારી ખરીદી દીધી હતી. ગયા વર્ષે વોલમાર્ટે ઇ-કોમર્સ કંપનીમાં ૧.૨ બિલિયન ડૉલરની ફાળવણી કરી હતી. સીએઆઈટી તરફથી કહેવામાં આવ્યું છે કે, ફ્લિપકાર્ટે ટુ-ટીયર મોડલ અપનાવ્યું હતું જેમાં એડીએસ અને ડાયમંડ સેલર્સનો સમાવેશ થતો હતો. હાલમાં ૨૦ ડીએસએસ અને ૧૦ એડીએસ છે. સીએઆઈટીનો આરોપ છે કે એડીએસ અને ડીએસએસ માત્ર જીએસટી અનુપાલન માટે અને ફ્લિપકાર્ટની સાથે પોતાની વ્યવસ્થાને પૂરી કરવા માટે છે અને એક સામાન્ય ખર્ચ માટે નિયંત્રણ સોંપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.