Western Times News

Gujarati News

પંજાબના મોગામાં ભારતીય વાયુસેનાનું મિગ-૨૧ ક્રેશ થયું

પાઇલટ અભિનવ ચૌધરી ફાઇટર જેટ મિગ-૨૧ લઈને પરત આવી રહ્યા હતા ત્યારે દુર્ઘટના બની , તપાસના આદેશ

ચંદીગઢ: મોગાના કસ્બા બાઘાપુરાનાના ગામ લંગિયાના ખુર્દની પાસે ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ મિગ-૨૧ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. મળતી જાણકારી મુજબ ટ્રેનિંગ દરમિયાન પાઇલટ અભિનવે મિગ-૨૧થી રાજસ્થાનના સૂરતગઢથી હલવારા અને હલવારાથી સૂરતગઢ માટે ઉડાન ભરી હતી.

આ દરમિયાન બાઘાપુરાના પાસે તેમનું ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું. મળતા અહેવાલો મુજબ આ ક્રેશમાં પાઇલટ અભિનવ ચૌધરીનું મોત થયું છે.

મળતી જાણકારી મુજબ, પાઇલટ અભિનવે ટ્રેનિંગ દરમિયાન ફાઇટર જેટ મિગ-૨૧થી ઉડાન ભરી હતી. અભિનવ મિગ-૨૧થી રાજસ્થાનના સૂરતગઢથી હલવારા તરફ રવાના થયા હતા. પોતાની ઉડાન દરમિયાન જ્યારે અભિનવ ફાઇટર જેટને લઈને પરત આવી રહ્યા હતા ત્યારે તેમનું પ્લેન દુર્ઘટનાનું શિકાર થઈ ગયું. દુર્ઘટનાની જાણકારી મળતા જ વાયુસેનાની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ પાઇલટ અભિનવનો મૃતદેહ મળી આવ્યો છે. વાયુસેનાના અધિકારીઓએ દુર્ઘટનાના કારણોની તપાસના આદેશ જાહેર કરી દીધા છે. હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે દુર્ઘટના કયા કારણે થઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.