અનુપમ રસાયણને બે કંપનીઓ પાસેથી રૂ. 540 કરોડના ઓર્ડર મળ્યાં
સુરત, ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ એન્ડ સ્પેશિયાલ્ટી કેમિકલ કંપનીઓ પૈકીની એક અનુપમ રસાયણને લાઇફ સાયન્સિસ કેમિકલ્સમાં કાર્યરત બે પ્રસિદ્ધ બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી રૂ. 540 કરડોના કોન્ટ્રાક્ટ મળ્યાં છે. આ કોન્ટ્રાક્ટનો કાર્યકાળ પાંચ વર્ષનો છે, જેમાં કંપની દ્વારા તેમને લાઇફ સાયન્સિસ સાથે સંબંધિત સ્પેશિયાલ્ટી કેમિકલ્સ પ્રદાન કરવામાં આવશે.
બે વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી બે નવા કોન્ટ્રાક્ટ મળ્યાં છે, જેમાં એક હાલની ગ્રાહક છે અને બીજી તાજેતરમાં પ્રાપ્ત થયેલી નવી ગ્રાહક કંપની છે. બંને ગ્રાહક માટે અનુપમ રસાયણ શરૂઆતથી તેમની પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રક્રિયાનો ભાગ હતી અને જ્યારે બહુરાષ્ટ્રીય કંપનીએ એના ચોક્કસ ઉત્પાદનોનું વાણિજ્યિકરણ શરૂ કર્યું હતું, ત્યારે કંપનીને કોન્ટ્રાક્ટ ઓર્ડર મળ્યો હતો.
આ ઓર્ડર પર અનુપમ રસાયણના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ દેસાઈએ કહ્યું હતું કે, “આ નવા ઓર્ડર્સ અમારી વૃદ્ધિની સંભવિતતાને પ્રોત્સાહન આપશે અને અમને અમારી પ્રોડક્ટ ઓફર ડાઇવર્સિફાઇડ કરવાની સુવિધા આપશે. ઉપરાંત અમે અમારી હાલની બહુઉદ્દેશ સુવિધામાં આ બંને કોન્ટ્રાક્ટ માટે જરૂરી સામગ્રીનું ઉત્પાદન કરીશું, જે નવી ઊભી કરવામાં આવી ક્ષમતામાં વધારો કરશે.
તાજેતરમાં પૂર્ણ થયેલો મૂડીગત ખર્ચ અમારી આંતરરાષ્ટ્રીય કામગીરીને વધારે મજબૂત કરવાના અમારા લક્ષ્યાંકમાં નોંધપાત્ર પગલું છે. સ્થાપિત ક્લાયન્ટ પાસેથી અમારી લાંબા ગાળાની પાર્ટનરશિપનું આ વિસ્તરણ અને નવા પ્રાપ્ત થયેલા ક્લાયન્ટ અમારી ટીમની કુશળતા અને સાતત્યપૂર્ણ સંગઠનાત્મક ઉત્કૃષ્ટતાને પ્રદર્શિત કરે છે. અમને ગયા મહિને પ્રાપ્ત થયેલા રૂ. 1100 કરોડના એલઓઆઈ ઉપરાંતના છે.”