શહેરની એક સંસ્થા દ્વારા ઉનામાં વાવાઝોડા અસરગ્રસ્ત માટે મદદ મોકલાઈ
તાજેતરમાં ગુજરાતમાં આવેલ તોકતે વાવાઝોડામાં ઉના અને તેની આસપાસના વિસ્તારમાં થયેલ તારાજી મા સ્થાનિક લોકો ની મદદ માટે અમદાવાદ શહેરમાં આવેલ ઉમ્મત માનવતા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્ગારા ૧૫ ટન ખાદ્ય સામ્રગી,(જેમા અનાજ, તેલ, ચા, ખાડ, બિસ્કીટ, વેફર, સેવ મમરા, બેકરી આઈટમ) ૧૦,૦૦૦ નંગ પાણી ની બોટલ તથા જનરેટર ટ્રસ્ટ દ્ગારા તૌફીક મનસુરી, ઈરફાન મનસુરી, અનવર શેખ, ફિરોઝ ખાન શેખ ત્થા ડૉ. અકરમ મસાવાલાની આગેવાનીમા એક મેડિકલ ટીમ પણ દવાઓ ના જથ્થા સાથે મોકલવામાં આવ્યું. જેને શાહપુર પોલીસ સ્ટેશન ના પી. આઇ. શ્રી. આર. એચ. વાળા એ ફલેગ બતાવી ને રવાના કરી હતી.