Western Times News

Gujarati News

નયારા એનર્જી દ્વારા ઝાખરમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ કેર સેન્ટરનુું વચ્ર્યુઅલ ઉદ્ધાટન કર્યું

સુધારાત્મક આરોગ્ય સુવિધાઓ સમાજને પ્રદાન કરવા માટે પ૦ બેડનું પ્રથમ સ્તરનું કોવિડ કેર સેન્ટર

જામગનર, દેશ મહામારીની બીજી લહેર સામે લડત કરી રહયો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ તેની વાડીનાર રિફાઈનરી નજીકના લોકો માટે વધારે સહયોગી બની છે. કંપનીએ આજે આ વિસ્તારના હળવા લક્ષણો ધરાવતા કોવિડ–૧૯ પોઝિટિવ દર્દીઓની સંભાળ અને સારવાર માટે ઝાખર ગામમાં પ૦ બેડ સાથે એક કોવિડ કેર સેન્ટર શરૂ કર્યાની ઘોષણા કરી છે. Nayara Energy launches Covid Care Centre in Zakhar Jamnagar Gujarat

કોવિડ કેર સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તેમની ગાંધીનગર કચેરીથી કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના કૃષિ, ગ્રામિણ વિકાસ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને વાહન વ્યવહાર વિભાગના કેબીનેટ મંત્રીશ્રી આર.સી. ફળદુ,

ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો, કુટિર ઉદ્યોગ વિભાગના રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર–દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ સુશ્રી પૂનમબેન માડમ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, જામનગર જિલ્લા ભાજપના પ્રમુખશ્રી રમેશભાઈ મુંગરાની સાથે નયારા એનર્જીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર ડૉ. અલોઈસ વિરાગ ઉપસ્થિત રહયા હતા.

આગામી મહિનાઓમાં નયારા એનર્જી રાહત પ્રયાસોને વધારવા માટે અને સમાજના વધુ વ્યકિતઓને આવરી શકાય તેવી આરોગ્ય સંભાળને સુલભ બનાવવા વધારાના પ૦ બેડનો ઉમેરો કરી કુલ ૧૦૦થી વધુ બેડની સુવિધા ઉભી કરવાની યોજના ધરાવે છે. આ સેન્ટરમાં જનરેટર બેકઅપ, પુરુષો અને મહિલાઓ માટે અલગથી શૌચાલયની સુવિધા અને ૧૦૦ બેડને સમાવી શકાય એવા ૪ ડોરમેટ્રી હોલ છે જેમાંના બે હોલમાં ૧૬ બેડ ઓકિસજન સિલિન્ડર અને ઓકિસજન કન્સેન્ટર્સ સાથેની સુવિધાથી સજજ છે.

આ કેન્દ્ર રાઉન્ડ ધી કલોકના આધારે કાર્ય કરશે અને એમબીબીએસ ડૉકટર્સ, પેરામેડિકસ, એટેન્ડન્ટ્સ અને ફાર્માસિસ્ટ્સ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે. ટીમને દરરોજ એક વરિષ્ઠ તબીબ દ્વારા સહયોગ આપવામાં આવશે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ અને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દર્દીઓને સ્થળાંતરિત કરવા માટે ઓકિસજન સુવિધા સાથે રાઉન્ડ ધી કલોકની એમ્બ્યુલન્સ સુવિધા પણ ઉપલબ્ધ હશે. કેન્દ્રનું એકંદરે સંચાલન અને નેતૃત્વ નયારા એનર્જી સમર્થિત હેલ્પેજ ઇન્ડિયા અને ઝાખરની ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.

કોવિડ કેર સેન્ટર સ્થાપવાના નયારા એનર્જીના પ્રયાસોની પ્રશંસા કરતાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ” નયારા એનર્જીને હું ખુબ ખુબ અભિદનંદન આપું છું કે આવા કપરા સમયે પોતાની એક સામાજિક ઉત્તર દાયિત્વની ભાવના સમજીને કોવિડ કેર સેન્ટર ઉભું કરી જાખર વિસ્તાર અને જિલ્લાના લોકો માટે સરસ મજાની સુવિધા ઉભી કરી છે.

લોકોને ઝડપથી અને સારી સુવિધા મળી રહે એ માટે આ સેન્ટર ઉભું કર્યું છે. હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેસ ઘટતા જાય છે, પરંતુ વેકિસેનેશન સંપૂર્ણ ના થાય ત્યાં સુધી ધ્યાન રાખવાનું છે.નિષ્ણાંતો ત્રીજી લહેરનુી વાત કરે છે ત્યારે એવા સમયે આપણે પૂર્ણપણે વ્યવસ્થા કરી રહયા છીએ.”

કોવિડ કેર સેન્ટરના ઉદ્ધાટન પ્રસંગે નયારા એનર્જી લિમિટેડના ચીફ એકિઝકયુટિવ ઓફિસર ડૉ. અલોઈસ વિરાગે કહયું હતું કે ”મહામારી સામેની લડતમાં સ્ત્રોતો એકત્રિત કરવા અને સરકારના પ્રયાસોમાં સહાય કરવાની જરૂરિયાતને નયારા એનર્જી સમજે છે. અમે સંવાદિતામાં લોકો સાથે ઉભા છીએ અને ગુજરાત સરકારના સ્થાનિક વિભાગો સાથે જોડાય લોકોને જરૂરી ખાદ્યપૂર્તિ, ગંભીર આરોગ્યસંભાળ અંગેના ઉપકરણો, રક્ષણાત્મક પધ્ધતિઓ અને સેનિટાઈઝેશન ઉપકરણો પુરા પાડવા સહયોગ કરી રહયા છીએ.

ઝાખર કોવિડ કેર સેન્ટરની સાથે, અમને આજુબાજુના સમાજને સહયોગ આપવા માટેના અમારા અથાગ પ્રયાસોમાં ફાળો આપવા અંગે અમને ગર્વ છે. આ ઉપરાંત નયારા એનર્જી કોવિડ કેર સેન્ટરની ક્ષમતા વધારવા માટે કટિબધ્ધ છે જેથી વધુ જરૂરી લોકોને સમયસર તબીબી સારવારને પહોંચી શકાય.”

નયારા એનર્જી આરોગ્ય તથા સ્વચ્છતા, શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ અને કાયમી આજીવિકાના ક્ષેત્રોમાં વિવિધ ટકાઉ વિકાસ યોજનાઓ દ્વારા વાડીનાર રિફાઈનરીની આજુબાજુના દરેક સમાજને સહયોગી થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.