લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટર માટે ફ્લિપકાર્ટએ અદાણી જૂથની સાથે નીતિગત ભાગીદારીમાં પ્રવેશશે
અમદાવાદ: ફ્લિપકાર્ટ, દેશની અગ્રણી હોમગ્રોઉન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ, આજે જાહેર કરે છે, એક નીતિગત અને કોમર્શિયલ ભાગીદારી અદાણી જૂથ- જે દેશની સૌથી મોટી મલ્ટીનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સાથે. આ દ્વિ-ભાષી ભાગીદારીમાં ફ્લિપકાર્ટએ અદાણી લોજીસ્ટિક્સ લિમિટેડની સાથે, તે દેશમાં સૌથી મોટા ડિવર્સિફાઈડ છેવટની લોજિસ્ટિક સર્વિસ પૂરી પાડનાર તથા અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડની એક સંપૂર્ણ હસ્તગત સબસિડીઅરી સાથે કામ કરશે,
જેનાથી ફ્લિપકાર્ટના પૂરવઠા ચેઇન માળખા અને વધુમાં તેનાથી ગ્રાહકોના ઝડપથી વૃદ્ધિ થતા બેઝને સેવાની ક્ષમતામાં વધારો થશે. વધુમાં ફ્લિપકાર્ટએ અદાની કોનેક્સ પ્રાઈવેટ લિમિટેડ ચેન્નઇ સુવિધા ખાતે તેનું ત્રીજું ડેટા સેન્ટર સ્થાપશે, જેનાથી તેને અદાણી કોનેક્સના વિશ્વ-કક્ષાની નિપૂણતા અને ઉદ્યોગ અગ્રણી ડેટા સેન્ટર ટેકનોલોજી ઉકેલનો લાભ મળશે. અદાણી કોનેક્સ પ્રાઈવેટ લિમિટેડએ એજકોનેક્સ અને અદાણી એન્ટરપ્રાઈસીસ લિમિટેડ વચ્ચેનું એક નવું સંયુક્ત સાહસ છે.
આ ભાગીદારીના ભાગરૂપે, અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડએ મુંબઈમાં તેના આગામી લોજિસ્ટિક્સ્ હબમાં એક વિશાળ 5,34,000 ચોરસ ફૂટ ફૂલફિલમેન્ટ સેન્ટર બાંધશે, જે ફ્લિપકાર્ટને લીઝ પર આપવામાં આવશે, જેનાથી ભારતના પશ્ચિમ પ્રાંતમાં ઇ-કોમર્સ માટેની વધતી માંગને પહોંચાશે તથા પ્રાંતના હજારો વેચાણકર્તા અને એમએસએમઇને માર્કેટ એક્સેસ માટે સહકાર મળશે અને તેને શ્રેષ્ઠ ટેકનોલોજીનો લાભ મળશે.
આ ભાગીદારીના બીજા લાભમાં તમે ફ્લિપકાર્ટને અદાણી કોનેક્સ સુવિધા ખાતે તેનું ત્રીજું ડેટા સેન્ટર ખોલતા જોશો, જે દેશમાં સૌથી મોટા ખાનગી ક્લાઉડ ડેપ્લિયમેન્ટ્સનો ભાગ છે. તેનાથી ભારતમાં ઇ-કોમર્સ બિઝનેસ માર્કેટપ્લેસની વૃદ્ધિને સશક્ત બનાવશે. ડેટા સેન્ટરને સંબંધિત, સલામતી અને સ્થિરતામાં ઉચ્ચ માપદંડને પૂરું પાડવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે દેશના સૌથી મોટા સોલાર પ્લેયર તરીકે અદાણી જૂથની ક્ષમતા છે,
જેનાથી તેઓ ગ્રીન પાવરને ઉત્પાદિત કરી અને સ્ત્રોત તરીકે વપરાશ કરે છે. અદાણી કોનેક્સ ડેટા સેન્ટરએ એક બ્રાન્ડન્યુ સુવિધા છે, જે ફ્લિપકાર્ટને ડેટા સેન્ટર ડિઝાઈન કરવાથી લઇને તેની વધતી જતી માળકાકિય જરૂરિયાતને પૂરી કરશે, સાથોસાથ સલામતી પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ડેટાને ભારતમાં સ્થાનિક રીતે જ રાખશે.
બે કંપનીઓ વચ્ચેની નીતિગત ભાગીદારી અંગે જણાવતા, કરણ અદાણી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઇઝેડ) કહે છે, “હું ખુશ છું કે, દેશની સૌથી ઝડપી વિકાસ થતા બે બિઝનેસને સાથે લાવી રહ્યા છીએ, જેનાથી અમને સૌથી મુશ્કેલ સાથોસાથ અલગ જ પ્રકારના માળખાને તૈયાર કરવામાં મદદ મળશે, જે આપણા દેશની જરૂરિયાત છે. આ જ એક આત્મનિર્ભરતા છે.
અમારા લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટર બિઝનેસીસની ભાગીદારીએ એક અલગ જ બિઝનેસ મોડેલ છે અને અમે તેને એક શ્રેષ્ઠ તક તરીકે જોઈએ છીએ, જેનાથી ફ્લિપકાર્ટના શારીરિક સાથોસાથ ડિઝીટલ માળકાકિય જરૂરિયાતને સેવા પૂરી પાડશે. ફ્લિપકાર્ટ ભારતમાં ઇ-કોમર્સ સ્વિકાર્યને નિર્ધારીત કરવામાં મદદરૂપ બન્યું છે, આના દ્વારા અમે બંને મૂલ્ય ઉભા કરીશું અને સતત અમારા ગ્રાહકોને ટેકનોલોજીકલ રીતે નવીનતમ સુવિધા પૂરી પાડીશું. અમે લાંબી તથા ફળદાયી ભાગીદારી માટે આશાવાદી છીએ, કેમકે, અમે એકબીજાની સાથે શિખી રહ્યા છીએ સાથોસાથ અમારી મ્યુચ્યુઅલ સંગઠનને પણ લાભ મળશે અને તેનાથી દેશમાં એમએસએમઇ ઇકોસિસ્ટમ વિકસિત થાય છે.”
કલ્યાણ ક્રિષ્ણામુર્તી, ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર, ફ્લિપકાર્ટ ગ્રુપ જણાવે છે કે, ભારતમાં જેવી રીતે અદાણી ગ્રુપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે તે અજોડ છે. તે અમારા માટે લોજીસ્ટીક્સ, રીયલ એસ્ટેટ, ગ્રીન એનર્જી, અને ડેટા સેન્ટરની ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષમતાનું નવીનત્તમ સંયોજન છે. અમે અદાણી ગ્રુપ સાથે અમારા જોડાણની પહેલ કરવા માટે આનંદીત અનુભવીયે છે જે અમારા સપ્લાય ચેઈન અને ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે