Western Times News

Gujarati News

દેશભરમાં કોરોનાથી થતા મોતની સંખ્યા ચિંતા વધારી રહી છે

Files Photo

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો કહેર થોડો ઓછો થયો છે. નવા કેસમાં ઘટાડો ચોક્કસ થયો છે. પરંતુ દેશભરમાં કોરોનાથી થતા મોતની સંખ્યા ચિંતા વધારી રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૨.૮૧ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે જ્યારે ૪૧૦૦થી વધુ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૨,૮૧,૩૮૬ નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો ૨,૪૯,૬૫,૪૬૩ પર પહોંચી ગયો છે. જાે કે એક દિવસમાં કોરોનાથી ૩,૭૮,૭૪૧ દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૨,૧૧,૭૪,૦૭૬ થઈ છે. જાે કે મોતનો આંકડો ચિંતાજનક છે. એક દિવસમાં કોરોનાએ ૪૧૦૬ લોકોનો ભોગ લીધો.

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૨,૭૪,૩૯૦ થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૮,૨૯,૨૬,૪૬૦ લોકોને રસી અપાઈ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી ૧૫,૭૩,૫૧૫ કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી દેશભરમાંથી ૩૧,૬૪,૨૩,૬૫૮ સેમ્પલ ટેસ્ટિંગ કરાયા છે.

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો થવા છતાં જે રીતે મોતનો આંકડો જાેવા મળી રહ્યો છે તે ચિંતાજનક છે. રોજ લગભગ ૪૦૦૦ લોકો આ મહામારીના કારણે જીવ ગુમાવી રહ્યા છે. આજે જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૪૧૦૬ લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુઆંક ૨,૭૪,૩૯૦ પર પહોંચી ગયો છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો કહેર સતત ચાલુ છે. રવિવારે એક દિવસમાં સૌથી વધુ મોતના કેસ મહારાષ્ટ્રમાં જાેવા મળ્યા. સ્વાસથ્ય વિભાગના આંકડા મુજબ ૨૪ કલાકમાં ૩૪૩૮૯ નવા દર્દીઓ નોંધાયા. જ્યારે આ દરમિયાન કોવિડ-૧૯ના ૯૭૪ દર્દીઓના મોત થયા. કોરોનાના કુલ કેસનો આંકડો ૫૩,૭૮,૪૫૨ થયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૧,૪૮૬ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
જરાત આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ રવિવારે એક દિવસમાં કોરોનાના કુલ ૮૨૧૦ નવા કેસ નોંધાયા. જ્યારે ૧૪,૪૮૩ લોકો રિકવર થયા. ૨૪ કલાકમાં ૮૨ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.