સ્માર્ટફોનમાં બેટરી ફૂટવાના ઘણા અહેવાલો સામે આવતા હોય છે. હવે આવી જ ઘટના સામે આવી છે, જ્યાં લોકપ્રિય બ્રાન્ડ ક્ષાઓમીનો ફોન વ્યક્તિના પેન્ટમાં ફાટી નીકળ્યો. સૂત્રો મુજબ, આંધ્રપ્રદેશના યુઝરના પેન્ટમાં રાખેલ ફોન ગરમ થવા લાગ્યો અને પછી બ્લાસ્ટ થયો.
અહેવાલ મુજબ 31 વર્ષીય મધુ બાબુ કહે છે કે તે સવારે ઓફિસે જવા માટે ઘરેથી નીકળી રહ્યો હતો. તે જ સમયે તેને ખ્યાલ આવ્યો કે ખિસ્સામાં રાખેલ સ્માર્ટફોન ધીરે ધીરે ગરમ થઈ રહો છે અને ત્યારબાદ ફોન પર તિવ્ર અવાજ સાથે બ્લાસ્ટ થયો અને ખિસ્સામાંથી ધુમાડો આવવા લાગ્યો.
તે તાત્કાલિક ગભરાઇને પોતાનો ફોન રસ્તા પર ફેંકી દીધો, ત્યારબાદ તે જ્વાળાઓમાં સપડાઇ ગયો. આ સમગ્ર અકસ્માતમાં મધુને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે મધુએ કહ્યું કે ફોન જાણે કોઈકે તેને કેરોસીનમાં પલાળીને આગ લગાવી દીધી હોય તે રીતે સળગવા લાગ્યો હતો. મધુએ કહ્યું કે ફોનનું કવર પણ સંપૂર્ણ રીતે બળી ગયું છે અને જો કવર ન હોત તો તેને વધુ ઈજાઓ પહોંચી હોત.