Western Times News

Gujarati News

ક્રિકેટર મોહમ્મદ સમી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી

ક્રિકેટર મોહમ્મદ સમી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ખરેખર સમી વિરૂદ્ધ ઘરેલું હિંસાનો મામલો નોંધાયેલો છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2018માં મોહમ્મદ સમી પર તેની પત્ની હસીન જહાંએ મારપીટ, બળાત્કાર અને હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. હસીન જહાંએ સમી વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી છે. સમીના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

હસીન જહાંએ સમી વિરૂદ્ધ કોલકાતાની કોર્ટમાં પ્રતિ મહિના ભરણપોષણનો કેસ દાખલ કર્યો છે સમીના તલાકનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.  સમી વિરૂદ્ધ કોલકાતા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટએ સમીને 15 દિવસની અંદર સરેન્ડર કરવા જણાવ્યું છે. કોલકાતા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે, જો 15 દિવસમાં મોહમ્મદ સમી કોર્ટમાં હાજર થતા નથી તો તેમની ધરપકડ કરવામાં આવે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.