કોરોના જેવા લક્ષણોથી ૪૦ના મોત, ખુદ ડોક્ટરના જ પરિવારમાં બચ્યો એક સભ્ય
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/CORONA-15.jpg)
Files Photo
લખનૌ: ઉત્તર પ્રદેશમાં ભલે કોરોનાના નવા કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યના ગામડાઓમાં આ સમયે સ્થિતિ ખૂબ જ ખતરનાક થઇ ગઇ છે. પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્તાર પણ આ સમયે કોરોનાનો માર સહન કરી રહ્યાં છે. અહીં ચિનહટ બ્લોકના અમરાઇ ગામમાં કોરોનાના કારણે તબાહી મચી છે. સ્થિતિ એવી છે કે અહીં એક પરિવારના ચાર લોકોના એક જ અઠવાડિયામાં મોત નિપજ્યાં છે. જ્યારે સમગ્ર ગામમાં આશરે ચાલીસ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યાં છે. જેમાં કોરોના જેવા લક્ષણ હતાં.
ગામડામાં કોરોનાના કહેરનો શિકાર બનેલો આ પરિવાર એક હોમ્યોપેથિક ડોક્ટરનો હતો, જે કોરોના કાળમાં લોકોની સેવા કરવામાં લાગેલો હતો. અમરાઇ ગામના ડોક્ટર હરિરામ યાદવની તબિતય અચાનક જ બગડી, તેના ભાઇ અવધેશ અનુસાર, તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ, હોસ્પિટલ લઇ ગયાં તો ટેસ્ટ કરવામાં આવ્યા, રિપોર્ટ આવતા પહેલા જ તેણે દમ તોડી દીધો.
અવધેશે જણાવ્યું કે સાંજે હરિરામ યાદવનું નિધન થયું, તેના બીજા દિવસે ૬૨ વર્ષના કાકીનું પણ નિધન થઇ ગયું. આ ઉપરાંત બે દિવસ બાદ હરિરામ યાદવના પત્ની સિઝમા યાદવ, પુત્રવધૂ સંધ્યા યાદવની તબિયત લથડી અને જાેતજાેતામાં બંનેના મોત થઇ ગયાં. કોરોના જેવા લક્ષણો વચ્ચે એક પરિવાર સંપૂર્ણ રીતે બરબાદ થઇ ગયો.
હવે પરિવારમાં ફક્ત એક ૨૨ વર્ષીય મનીષ બચેલો છે, જેણે કોલેજની અઢી લાખની ફી પણ ભરવાની છે. પરંતુ તે પણ લાચાર થઇ ગયો છે. મનીષે ટિ્વટર દ્વારા મુખ્યમંત્રી પાસે મદદ માંગી જાે કે તેનું ટિ્વટર એકાઉન્ટ જ બ્લોક થઇ ગયુ.
કોરોનાના કારણે લખનઉના આ ગામમાં હાહાકાર મચાવ્યો છે. ગામવાસીઓએ જણાવ્યું કે, જ્યારે કોરોના પોતાની પીક પર હતો, ત્યારે આશરે ૪૦ લોકોના જીવ ગયાં. તમામમાં કોરોના જેવા લક્ષણ હતા. ગ્રામીણોનું કહેવુ છે કે જાે શરૂ થતા જ તપાસ અને અન્ય પગલા લેવામાં આવતા, તો કદાચ આટલા જીવ બચી ગયા હોત. ગ્રામીણો અનુસાર, આશરે એક અઠવાડિયા પહેલા ટીમ ટેસ્ટિંગ માટે આવી હતી પરંતુ હજુ કેટલાંક લોકોના જ ટેસ્ટ રિપોર્ટ આવ્યાં છે.
લખનઉના આ ગામમાં એક સ્વાસ્થ્ય ઉપકેન્દ્ર પણ છે, પરંતુ તે પણ લાંબા સમયથી બંધ પડેલુ છે. જાે કે અહીંના ડોક્ટર સુરેશ પાંડેનું કહેવું છે કે ઉપકેન્દ્રનો મોટાભાગનો સ્ટાપ આ સમયે વેક્સિનેશનના કામમાં લાગેલો છે. તેવામાં મહિનામાં એક બુધવારે આ હોસ્પિટલ ખુલે છે અને બાળકોની સારવાર થાય છે.
જણાવી દઇએ કે યૂપીમાં પાછલા કેટલાંક દિવસોથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાે કે ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ દહેશતમાં છે. એક સમયે યુપીમાં જ્યાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણ લાખ સુધી પહોંચી ગઇ હતી, સાથે જ હવે આ સંખ્યા ઘટીને ૮૦ હજારથી નીચે આવી ગઇ છે.