Western Times News

Gujarati News

ટી-૨૦ વર્લ્‌ડકપમાં મોહમ્મદ આમિરની પાકિસ્તાનની ટીમમાં છે જરૂરઃઅકરમ

કરાંચી: પાકિસ્તાનનાં ભૂતપૂર્વ બોલર વસીમ અકરમે મોહમ્મદ આમિરને સમર્થન આપતાં કહ્યું કે, આગામી ટી-૨૦ વર્લ્‌ડ કપ માટે તેને પાકિસ્તાનની ટીમમાં હોવું જાેઈએ. આપને જણાવી દઈએ કે, ગત વર્ષે ડિસેમ્બરમાં મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જે રીતે મોહમ્મદ આમિરે માત્ર ૨૯ વર્ષની ઉંમરે નિવૃત્તિની ઘોષણા કરી, તે પછી પાકિસ્તાન ક્રિકેટમાં તેમની નિવૃત્તિ અંગે ચર્ચા છે. મોહમ્મદ આમિરે ખુદ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમનાં ખેલાડીઓએ તેમની સાથે યોગ્ય વર્તન કર્યું નથી.

જાેકે બાદમાં મોહમ્મદ આમિરે નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી, પરંતુ તેણે પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટ પર પોતાની ભડાસ નિકાળી હતી. હવે વસીમ અકરમે મોહમ્મદ આમિરને સમર્થન આપ્યું છે અને કહ્યુ કે, વસીમ અકરમે કહ્યું, “મને ખૂબ જ આશ્ચર્ય થયું છે કે મોહમ્મદ આમિર ખૂબ જ અનુભવી બોલર છે અને ટી-૨૦ વર્લ્‌ડ કપનો શ્રેષ્ઠ બોલર છે. અંગત રીતે મને લાગે છે કે તે ટી-૨૦ વર્લ્‌ડ કપ માટે પાકિસ્તાનની ટીમનો ભાગ હોવો જાેઈએ.

આ સાથે વસીમ અકરમે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય મોહમ્મદ આમિરનો અંગત ર્નિણય હતો અને તેના પર સવાલો ન ઉભા થવા જાેઈએ. વસીમ અકરમે કહ્યું કે, અન્ય ખેલાડીઓએ પણ સારું પ્રદર્શન કર્યું છે, તેમણે પણ નિવૃત્તિની ઘોષણા કરી હતી, પરંતુ તેમની નિવૃત્તિ અંગે કોઈએ કંઈ કહ્યું નથી. આવી સ્થિતિમાં આમિરની નિવૃત્તિ પર કેમ સવાલ ઉભા થાય છે. મને લાગે છે કે જાે મોહમ્મદ આમિર બીજા ફોર્મેટ માટે ઉપલબ્ધ છે તો તેણે પાકિસ્તાન તરફથી રમવાનું રહેશે. જણાવી દઇએ કે, મોહમ્મદ આમિર પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સની ટીમનો એક ભાગ છે, જ્યાં વસિમ અકરમ આ ટીમનાં ડિરેક્ટર અને કોચ પણ છે. વસીમ અકરમે કહ્યું કે પાકિસ્તાનને મોહમ્મદ આમિરની ક્ષમતાવાળા ખેલાડીની જરૂર છે જેથી તે યુવા ખેલાડીઓને પ્રેરણા આપે.

વસિમે કહ્યું કે, વર્લ્‌ડ કપ જેવી ટૂર્નામેન્ટ માટે તમારે અનુભવી બોલરોની જરૂર છે જે અન્ય યુવા ખેલાડીઓને પણ માર્ગદર્શન આપી શકે. આમિરનાં અંગત ર્નિણયને લઇને ભારે હોબાળો થયો. અન્ય ખેલાડીઓ પણ તેમના બાળકનાં જન્મ સમયે રજા લે છે, આમાં મોટી વાત શું છે? અકરમે કહ્યું કે આપણે હજી વધુ ઉત્તમ ખેલાડીઓ તૈયાર કરવાની જરૂર છે કે જેઓ ર્નિભયતાની સાથે સારી રમત બતાવી શકે અને તે પછી જ પાકિસ્તાનની ટીમ સારો દેખાવ કરી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.