Western Times News

Gujarati News

મર્ડરના ગુનાનો પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ ખેડા

સેવાલીયા પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૬૦ / ૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૦૨ , ૧૨૦ બી , મુજબનો આરોપી હર્ષદભાઇ ઉર્ફે ભુવાજી S / o કનુભાઇ સોલંકી રહેદુધની ડેરીની બાજુમાં હિરાપુરા તા.કપડવંજ જી.ખેડા નાઓ જે હાલ ઉપરોકત ગુનાના કામે બિલોદરા જીલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો દરમ્યાન તેને પેટમાં દુખાવો ઉપડતા તા .૨૪ / ૦૫ / ૨૦૨૧ ના રોજ સિવીલ હોસ્પિટલ નડીયાદ ખાતે સારવાર માટે લાવેલ અને પોલીસની નજર ચૂકવી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયેલ

જેની જાણ પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓને થતા ઉપરોકત પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીને પકડવા માટે આદેશ આપવામાં આવેલ જેમાં પેરોલ ફર્લો સ્કોડ / એલ.સી.બી. / એસ.ઓ.જી . અને નડીયાદ ટાઉન પોલીસની અલગ – અલગ ટીમો બનાવી દિવસે તેમજ રાત્રીના સમયે અસરકારક પેટ્રોલીંગ કરી તેઓના રહેણાંક તેમજ મળી આવવાના સ્થળોએ તપાસ કરી મળી આવે કાયદેસર કરવા ખાસ સુચના આપેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે પો.ઇન્સ..એમ.ડી.પટેલ એલ.સી.બી ખેડા – નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. નાઓ તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના એ.એસ.આઇ.અરવિંદસિંહ તથા હરીશભાઈ ,.ચંન્દ્રસિંહ ,.વનરાજસિંહ , કરણસિંહ,.કાળુભાઇ તથા પો.કો.મહેન્દ્રસિંહ એ રીતેના પોલીસ માણસો આરોપીની / વોચ તપાસમાં પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન સાથેના હેડ કોન્સ.હરીશભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે સેવાલીયા પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૬ / ૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૦૨ , ૧૨૦ બી , મુજબનો આરોપી હર્ષદભાઇ ઉર્ફે ભુવાજી S / O કનુભાઇ સોલંકી રહે.દુધની ડેરીની બાજુમાં હિરાપુરા તા.કપડવંજ જી.ખેડા નાનો તેમના સસરા જયંતીભાઇ અભાભાઇ સોલંકી ના ઘરે બેટાવાડા ગામે આવનાર છે તેને શરીરે ગ્રીન કલરનું શર્ટ તથા કાળા કલરનું લીટીવાળુ પેન્ટ તથા મોઢા ઉપર સફેદ રૂમાલ બાંધેલ છે જે ચોક્કસ બાતમી હકીકત મળતા એલ.સી.બી.ના ટેકનીકલ સ્ટાફની મદદ લઇ તમામ ટીમ એકત્ર કરી કપડવંજ પહોચી કપડવંજ રૂરલ ડી સ્ટાફના પોલીસ માણસો તથા બે પંચોના માણસો બોલાવી ઉપરોકત જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોકત આરોપી મળી આવતા તેને પકડી અટક કરી કપડવંજ રૂરલ પો.સ્ટે . સ્ટે.માં નોંધ કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ નડીયાદ ટાઉન પો.સ્ટે.સોપવામાં આવેલ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.