મુનમુન દત્તા બાદ હવે યુવિકા ચૌધરીની ધરપકડની માંગ ઉઠી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Yuvika-Chaudhary.jpg)
મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા પછી ટ્વીટર પર બોલિવૂડ એક્ટ્રેસ યુવિકા ચૌધરીની ધરપકડની માંગ થઈ રહી છે. ટ્વીટર પર અત્યારે તે ટોપ ટ્રેંડમાં જાેવા મળી રહી છે . જેમાં યુવિકા ચૌધરીએ તેના એક બ્લોગમાં જાતિસૂચક શબ્દ વાપર્યો હતો જેમના કારણે તેની ધરપકડની માંગ થઈ રહી છે.
યુવિકાએ સોશિયલ મીડિયા પર એક વોલોગ શેર કર્યો છે. જેમાં પ્રિન્સ નરુલા પોતાનો વાળ કપાઈ રહી છે અને યુવિકા એક વીડિયો બનાવી રહી છે. વીડિયો બનાવતી વખતે યુવિકા કહે છે કે જ્યારે પણ હું વ્લોગ બનાવું છું. મને મારી જાતને સુધારવા માટે પૂરતો સમય નથી મળતો. મને ખૂબ નકામું લાગે છે અને પ્રિન્સ મને તૈયાર થવા માટે સમય આપતો નથી.
જાે કે આ વીડિયો વાયરલ થયા બાદ યુવિકાને પણ પોતાની ભુલ સમજાઈ અને તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પોતાની ભુલની માફી માંગી હતી. તેણે લખ્યું હતું કે તેને તે શબ્દનો અર્થ ખબર ન હતી. બાકી તેનો હેતુ કોઈને આહત કરવાનો ન હતો.