Western Times News

Gujarati News

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જેવી ભૂલ ઈંગ્લેન્ડમાં કરશે તો મોટું નુકશાન થઈ શકે છે : કોચ

નવીદિલ્હી: રોહિત શર્માએ ઓપનર તરીકે ટેસ્ટમાં પોતાને સાબિત કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સારી શરૂઆત કરી શક્યો ન હતો. જેને લઈને તેના બાળપણના કોચે દિનેશ લાડએ ચેતવણી આપી હતી. ટીમમાં આવતા મહિને ઈંગ્લેન્ડ સામેની વર્લ્‌ડ ચેમ્પિયનશીપ ની ફાઈનલ સિવાય પાંચ મેચોની સિરીઝ પણ રમશે. ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારુ રહ્યું નથી.

દિનેશ લાડે સ્પોર્ટસકિડા સાથે વાત કરતાં કહ્યું, ‘રોહિત શર્માએ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં તેની બેટિંગથી દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. તે ઝડપી બોલરો સામે સારી બેટિંગ કરી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તે આઉટ નહીં થાય. તેણે કહ્યું કે, પરંતુ કેટલીક ઇનિંગ્સમાં તેણે ખોટો શોટ રમીને તેની વિકેટ ગુમાવી દીધી હતી. તે ઇંગ્લેંડમાં આ કરી શકતો નથી. આ ટીમ માટે નુકસાન હોઈ શકે છે. રોહિતે ,ઓસ્ટ્રેલિયામાં ચાર ઇનિંગ્સમાં ૨૬, ૫૨, ૪૪ અને ૭ રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૨-૧થી જીતી હતી.

દિનેશ લાડે કહ્યું, ‘રોહિતે ઇંગ્લેન્ડમાં થોડો વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. દરેક બોલ તેની યોગ્યતા પ્રમાણે રમવાનો રહેશે. કારણ કે, ત્યાં બોલ ઘણો સ્વિંગ થાય છે. પરંતુ રોહિતે ઇંગ્લેન્ડ સામે તાજેતરના ટર્નિંગ ટ્રેક્સ પર સારી રમત દર્શાવી. તેમણે કહ્યું કે, બાકીના ખેલાડીઓએ આ પીચો પર મુશ્કેલીઓ ઉભી કરી હતી. તેથી જ મને વિશ્વાસ છે કે, તે ઇંગ્લેન્ડમાં પણ તેની રમતમાં પરિવર્તન લાવશે, કારણ કે ક્રિકેટમાં પરિસ્થિતિને અનુકૂળ થવું સૌથી મહત્ત્વનું છે.

ટીમ ઇન્ડિયા ૨ જૂને ઇંગ્લેન્ડની પ્રવાસ કરશે. આ પછી, તેણે ત્રણ દિવસ માટે અલગ રહેવું પડશે. આ પછી, ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકશે. દિનેશ લાડેએ કહ્યું કે, સ્વિંગની મુશ્કેલીથી બચવા માટે, જાે રોહિત મેચ પહેલા નેટ સેશન રમવા અથવા ખેલાડીઓ સાથે મેચ મેળવશે, તો તેનો ફાયદો મળશે. આની સાથે, તે ત્યાંના હવામાન પ્રમાણે પોતાને અનુરૂપ થઈ શકશે. ઓપનર તરીકે રોહિતે ટેસ્ટમાં ૪ સદી ફટકારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.