Western Times News

Gujarati News

યાસ ચક્રવાત : ઓડિશાના ભદ્રક જિલ્લાના કિનારે પ્રચંડ વેગે યાસ ત્રાટક્યું

ભુવનેશ્વર: યાસ ચક્રવાત ઓડિશાના ભદ્રક જિલ્લામાં ત્રાટક્યું છે. અહીંયા ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે પણ આ વાતની પુષ્ટી કરી છે. તેનાના જણાવ્યા અનુસાર સવારે ૯ વાગ્યાથી ચક્રવાતી તોફાન ફૂંકાવવાનું શરૂ થયું હતું. બંગાળ અને ઓડિશાના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઓડિશાના ચાંદિપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ બંગાળના કોલકાતા અને દક્ષિણ ૨૪ પરગણામાં વાવાઝોડું આવ્યું છે, તથા મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે.

યાસ ચક્રવાત બપોરના સમયે ઓડિશાના પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચેથી પસાર થયું હતું. ચક્રવાતે કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને કર્નાટકમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ઓડિશા અને બંગાળના મોટાભાગના પ્રદેશોમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.યાસ ચક્રવાતને પરિણામે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વળીં, પટના સહિત બિહારના ૨૬ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ કરવામાં આવ્યા છે. ઓડિશાના ચાંદીપુર અને બાલાસોરના દક્ષિણ ૨૪ પરગાણા જિલ્લામાં ચક્રવાત સૌથી વધુ પ્રભાવી હતો. બંગાળના દીઘા અને મંદાર્માનીની હોટલો અને દુકાનોમાં સમુદ્રના પાણી ભરાઈ ગયા હતા.ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના શંકરપુર-દિખા બીચ પર દરિયાની સપાટી વધી છે.

હવામાનમાં પરિવર્તન સાથે ભારે વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ વરસાદ શરૂ પણ થઇ ગયો છે. કોલકાતામાં સેનાની ૯ બચાવ ટીમોને તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણના ૨૪ પરગણાની સાથે પુરૂલિયા, ઝારગ્રામ, બીરભૂમ, બર્ધમાન, પશ્ચિમ મિદનાપુર, હાવડા, હુગલી, નાડિયામાં ૧૭ ટીમો તૈનાત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આપત્તિ રાહત ટીમો તૈનાત છે. એરફોર્સ અને નેવીએ તેમના કેટલાક હેલિકોપ્ટર અને બોટને પણ રાહત કાર્ય માટે તૈયાર રાખી છે. તોફાનને કારણે ઓડિશાના છ જિલ્લાઓને ઉચ્ચ જાેખમ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. આમાં બાલાસોર, ભદ્રક, કેન્દ્રપરા, જગતસિંગપુર, મયુરભંજ અને કેઓંઝારનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કિનારાના પ્રદેશોમાં ટક્કર મારતા પહેલા યાસ ખૂબ જાેખમી હોઈ શકે છે.

આ સમય દરમિયાન પવન ૧૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે અને દરિયાના મોજા ૨ મીટરથી ૪.૫ મીટર સુધી ઊંચા ઉછળી શકે છે. પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા અને હુગલી પણ ૭૦-૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણામાં ૯૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ફૂંકાવવાની સંભાવના છે. પવનની ગતિ પણ ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત આકરો સ્વરૂપ લઈ શકે છે. પૂર્વ-મધ્ય બંગાળના અખાતમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું ઉત્તરની સાથે ઉત્તર પશ્ચિમ દિશામાં વધુ ઝડપે આગળ વધી રહ્યું છે. ઓડિશાના બાસુદેવપુરમાં આશરે ૪૦૦ લોકોને આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા છે.ચેતવણી બાદ બુધવારે સવારે સાડા આઠ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી કોલકાતા એરપોર્ટ પર કામગીરી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ભારતીય રેલવેએ ૨૯ મે સુધી દક્ષિણથી કોલકાતા સુધી ૩૮ માર્ગો પર દોડતી લાંબા અંતરની ટ્રેનોને રદ કરી દીધી છે. તે જ સમયે, પૂર્વી રેલવેએ માલદા-બાલુરઘાટ પેસેન્જર ટ્રેનને પણ ૨૬ અને ૨૭ મે સુધી રદ કરી દીધી છે. તોફાનની ગતિને ધ્યાનમાં રાખીને, રેલવે સ્ટેશનો પર રેલવેના પાટા સાથે ટ્રેનોને લોખંડની ચેનથી બાંધી દેવામાં આવી છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય.

ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના શંકરપુર-દિખા બીચ પર દરિયાની સપાટી વધી છે. હવામાનમાં પરિવર્તન સાથે ભારે વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ વરસાદ શરૂ પણ થઇ ગયો છે. હવામાન વિભાગે બિહારમાં આગામી ૨-૩ દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ૨૭ અને ૨૮ મેના રોજ અહીં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, ઝારખંડમાં યાસ તોફાન અંગે રેડ ચેતવણી જારી કરવામાં આવી છે. ૨-૩ દિવસ ભારે વરસાદ સાથે રાજ્યના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં વાવાઝોડાં સાથે મુશળધાર વરસાદ વરસી શકે છે. પૂર્વ સિંઘભૂમ અને રાંચી જિલ્લામાં પણ વરસાદ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.