આવનાર ચોમાસામાં એક્ઝિમા જેવો ખતરનાક રોગ થઇ શકે
આયુર્વેદ આને વિચર્ચિકા કહે છે. સામાન્ય ભાષામાં તે ખરજવું નામથી કુખ્યાત છે. મોર્ડનમાં આ રોગને એક્ઝિમા (Eczema) તરીકે ઓળખવામાં આવે છે. આ રોગને ડર્મટાઇટિસ પણ આધુનિક વિજ્ઞાનમાં કહે છે આયુર્વેદમાં જે ૧૮ પ્રકારનાં કુષ્ઠરોગોનું વર્ણન કરવામાં આવેલું છે, તેમાં વિચર્ચિકા કે કુષ્ઠ જેવાં લક્ષણો એક્ઝિમા માં જાેવા મળતા હોય છે. આ એક એવો રોગ છે જેનો અનુભવ નાના મોટા સૌ કોઇએ કર્યો જ હશે..
આ રોગમાં ત્વચા ભીંગડા જેવી, ખરબચડી અને રુક્ષ થઇ જાય છે. આયુર્વેદ મુજબ વાત-પિત્ત-કફ એટલે કે, ત્રણેય દોષોને પ્રકુપિત કરે તેવાં આહાર-વિહાર, દિનચર્યા અને વિશેષ કરીને પિત્ત અને કફપ્રકોપ કારણોથી આ રોગ ઉત્પન્ન થાય છે ચામડીને આ ચોમાસાની ઋતુમાં આવાં દર્દો અનાયાસે લાગુ પડી જાય છે.
ચામડી પર ચીરા કે ચાંદા પડે તો ખંજવાળ આવવા લાગે છે. ખંજવાળ વધતી જાય છે. આજુબાજુ રાતી ફોડકીઓ પણ વધતી જાય છે. તેની ચળ બહુ ખતરનાક હોય છે. તે ચામડી પર વિસ્તરતું જાય છે. જેમ ખંજવાળો, તેમ તેની પીડા વધતી જાય છે.
ખરજવું બે પ્રકારનું હોય છે.
સૂકું ખરજવું અને લીલું ખરજવું.. હવે, આ રોગ ઉત્પન્ન થવાનાં કારણો વિશે વિસ્તૃત ચર્ચા કરીએ તો તેમાં, વિરુદ્ધ ખોરાકનું સેવન આ રોગ થવા માટેનું કારણ માનવામાં આવેલું છે.
મળ-મૂત્ર જેવાં અધારણીય વેગોને લાંબા સમય સુધી ધારણ કરવા કે ફૂડ પેકેટ, નુડલ્સ, કેક, બિસ્કિટ, બ્રેડ, જંગફૂડ, કોલ્ડડ્રીંક, ચાઇનીઝ વગેરેનું સતત સેવન જેમ કે, દૂધ સાથે ગોળનું સેવન કે દૂધ સાથે ખાટા પદાર્થનું સેવન, ફ્રુટસલાડ વગેરેનાં કારણે આ રોગ થવાની શક્યતા વધી જાય છે.
રાત્રિનાં દહીંનું સેવન પણ આ રોગની ઉત્પત્તિનું એક કારણ છે. ભોજન બાદ તુરંત તડકામાં જવાથી કે વ્યાયામ કરવાથી પણ આ રોગ થઇ શકે છે. ગર્ભાવસ્થામાં માતા જાે અત્યંત તીખા અને મસાલાવાળા ખોરાકનું સેવન કરે, તો તેનાં બાળકમાં આ રોગ આવવાની શક્યતા રહે છે. ઘણીવાર એસિડ કે ક્ષારનો ત્વચા સાથે સંપર્ક થવાથી પણ એક્ઝિમા થઇ શકે છે. સૌંદર્ય માટે આર્ટિફીશીયલ જ્વેલરી પરફ્યુમ, વગેરે પણ આ રોગને ઉત્પન્ન કરાવવામાં ભાગ ભજવી શકે છે.
આ રોગનાં લક્ષણો વિશે વાત કરીએ તો આગળ જણાવ્યું તેમ, પ્રભાવિત ભાગની ત્વચા લાલાશયુક્ત ખરબચડી અને સૂજનયુક્ત તથા રુક્ષ લાગવા લાગે છે. ઘણીવાર તેમાંથી સ્ત્રાવ પણ થાય છે અને આસપાસ નાની મોટી ફોડલીઓ ઉત્પન્ન થાય છે જે મોટી થતી જાય છે. અંતે પછી ફૂટીને પાણી જેવો સ્ત્રાવ તેમાંથી બહાર આવે છે, તથા જે તે પ્રભાવ ભાગની ત્વચા નિસ્તેજ થઇ જાય છે.
કેટલીકવાર તેમાં ખૂબ જ પ્રમાણમાં ખંજવાળ પણ આવે છે. ઘણીવાર ખરજવું વારસાગત પણ હોય છે. માતા કે પિતાના પક્ષે કોઇને ખરજવું થયું હોય તો દમ કે શ્વાસના રોગની જેમ સંતાનોમાં તે વારસામાં મળે છે. શ્વાસ અને ખરજવાની બીમારીમાં મુખ્યત્વે શરીરનો કફ દોષ કારણરૂપ હોય છે. કેટલાક દર્દીઓનું ખરજવું મટે તો શ્વાસ-બ્રોન્કિઅલ અસ્થમા શરૂ થઇ જાય છે, તો કેટલીકવાર શ્વાસ મટે તો ખરજવાનાં ચિહ્નો પેદા થઇ જાય છે.
આમતો આપણી ચામડી સુંવાળી હોય, તંદુરસ્ત ત્વચા હોય ત્યાં સુધી આપણે તેના પ્રત્યે કોઇ ધ્યાન આપતા નથી. પરંતુ જેવી ચામડી પર કોઇ ખંજવાળ ચાલુ થાય કે ચીરો પડે અથવા ફોલ્લી થાય કે આપણો હાથ અનાયાસે પણ તરત તેના પર જઇ પડે છે. ચામડીનાં ઘણાં કાર્યો પૈકીનું એક કાર્ય છે, સંરક્ષણ. તેમાં કંઇક ગરબડ ઊભી થાય કે સંવેદના વધી જાય છે.
ચોમાસાની ઋતુમાં ચામડીની વિશેષ સંભાળ રાખવી પડે છે. વિવિધ કારણોસર તેનું ઇન્ફેક્શન થાય છે. પરિણામે ખંજવાળ આવે છે. ચીરા કે ચાંદા પડવાને લીધે ચામડીની સંરક્ષણની દીવાલ તૂટે છે. આથી બાહ્ય જીવાણુઓનો પ્રવેશ સરળ બને છે. ચામડીને એ લૂખી બનાવી દે છે. જરા પણ ચીકાશ હોતી નથી. ઉપરોક્ત લક્ષણો સાથે ચામડી કાળાશ પડતી અને ખરબચડી બની જાય તેને સૂકું ખરજવું કહે છે. ઉપરોક્ત લક્ષણો સાથે ચામડીના સ્તર પરથી ચીકણું પ્રવાહી જેવું પરુ જેવું ઝર્યા કરે છે. જ્યાંથી એ નીકળે છે, તે જરા ઉપસી જાય છે.
ઉપચાર, ગરમીની ઋતુ હોય તો આંબળાનો મુરબ્બો, ગાજરનો મુરબ્બો કે સફરજનનો મુરબ્બો ખાવો પણ ખૂબ હિતકર રહે છે. આ રોગ માટે કેટલાંક ઘરગથ્થુ અને આયુર્વેદીક ઔષધો પ્રચાર સૂચવું છું. જેમાં, સવારે ભૂખ્યા પેટે ૨ નંગ આમળાનો રસ કાઢી તેમાં ૧૦ થી ૨૦ મિલિ જેટલો એલોવેરાનો જ્યુસ મેળવી પીવાથી ખૂબ જ ઝડપથી ફાયદો જણાશે.
જમ્યા પછી આંબળાનાં ચૂર્ણમાં સાંકર મેળવી ૧-૧ ચમચી સવાર-સાંજ લેવું. ૬થી ૭ નંગ મુનક્કા દ્રાક્ષ અને બદામ પાણીમાં પલાળી ૨ કલાક બાદ તેનું સેવન કરવું. ગાયનાં દૂધમાં ૨થી ૩ ગ્રામ હળદર મેળવી તેનું સવાર-સાંજ સેવન કરવું.. એક્ઝિમાના દર્દીએ આહાર-વિહારમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.
જેમાં ૧ વર્ષ જૂના ઘઉં, જવ, ચોખાનો ઉપયોગ ફાયદાકારક છે. શાકભાજીમાં કારેલાં, કંકોડા, દૂધી, પરવળ, ગલકાં, કાચા કેળા, લીલા પાંદડાવાળા શાકભાજી, શક્કરિયા વગેરે લાભપ્રદ છે. ઉપરોક્ત જણાવેલા ઘરગથ્થુ ઔષધ-પ્રયોગો પૈકી એક સાથે ૧થી ૨ ઉપચારો કરી શકાય છે. આ રોગમાં નાગરમોથ,રોગીને ત્રિફલા, દાહહળદર, કરંજપત્ર વગેરે ઔષધો નાખીને ઉકાળેલા જળથી સ્નાન કરાવવું અત્યંત હિતકર સાબિત થાય છે. ઉપરાંત નીચેનાં ઔષધો પ્રયોગો પણ કરી શકાય છે.
આરોગ્યવર્ધીની વટી ૨-૨ ગોળી સવાર-સાંજ પાણી સાથે લેવી. મહામંજીષ્ઠાદિક્વાથ ૨-૨ ચમચી સવાર-સાંજ ભૂખ્યાપેટે લેવો તેમજ,દરરોજ રાત્રે સૂતી વખતે ૫થી ૬ ગ્રામ ત્રિફલાચૂર્ણ લેવું એ આ રોગમાં ખૂબ જ ફાયદાકારક છે.. આર્યુવેદોક્ત જીવનશૈલી અને પથ્યાપથ્યનું પાલન આ રોગમાં પ્રભાવી પરિણામ આપે છે. એરંડભ્રષ્ટ હરિતકી, હિમજને દીવેલમાં તળીને તેનો પાવડર કરી રોજ રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે એક ચમચી ફાકી જવો. સવારે એકાદ પાતળો ઝાડો થઇ શકે. જેના વાટે પણ દોષો શરીરની બહાર નીકળે છે.
ઔષધો, ગળો ઘનવટી, ગંધકવટી, શંખવટી, ચિત્રકાદી, આરોગ્યવર્ધિની લઘુમંજિષ્ટાદિ ઘનવટી, કામદુધા રસ, લઘુવસંતમાલતી, વગેરે ઔષધો ખરજવાને મટાડી શકવાને સક્ષમ છે. દર્દીના દોષો, પ્રકૃતિ, રોગની ઉંમર, ચિહ્નો વગેરે પ્રમાણે નિષ્ણાત વૈદ્યના માર્ગદર્શન હેઠળ સારવાર લેવી યોગ્ય છે. લીંબોળીનું તેલ અને જાત્યાદિ તેલ ભેગું કરીને રૂમાં લઇ સૂકા કે લીલા ખરજવા પર તેને લગાડી દેવું. ઉપર કોટન કપડાથી કે બેન્ડેજથી પાટો બાંધી.દેવો.
પાટો બાંધવાથી ખરજવા પર વારેવાર હાથ જતો નથી. તેથી ચામડી પર વધુ ચીરા કે ચાંદા પડતાં નથી. બહારનાં જીવાણુઓ અંદર પ્રવેશી શકતાં નથી.તેથી ચામડીમાં રુઝ આવવાની પ્રક્રિયા ઝડપી બને છે .આ રોગ માટે કેટલાંક ઘરગથ્થુ અને આયુર્વેદીક ઔષધોપચાર સૂચવું છું. આયુર્વેદોક્ત જીવનશૈલી અને આહાર વિહારની સાવધાની એ આ રોગમાં પ્રભાવી પરિણામ આપે છે.