Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખી કહ્યું- પરીક્ષા રદ્દ કરો, અમારા જીવનને જાેખમ છે

નવીદિલ્હી, સીબીએસઇ ધોરણ-૧૨ની પરીક્ષાને લઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો વચ્ચે મડાગાંઠ યથાવત જણાય છે. એક બાજુ કેન્દ્ર સરકાર તેને જુલાઈ અથવા ઓગસ્ટમાં યોજવાની તૈયારીમાં લાગી ગઈ છે તો બીજી બાજુ દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો એ વાત પર અડગ છે કે વેક્સિનેશન વગર વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવવામાં ન આવે.

આ કડીના ભાગરૂપે ઝ્રમ્જીઈ ધોરણ-૧૨ના આશરે ૩૦૦ વિદ્યાર્થીઓએ મુખ્ય ન્યાયમૂર્તિ એનવી રમનાને પત્ર લખ્યો છે. પોતાના લેટર પિટીશનમાં આ વિદ્યાર્થીઓએ કોરોના વચ્ચે ફિઝીકલ એક્ઝાન યોજવાના સીબીએસઇના ર્નિણયને રદ્દ કરવાની માંગ કરી છે.

વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટે સરકારને એસેસમેન્ટના વૈકલ્પિક પદ્ધતિ નક્કી કરવાનો નિર્દેશ આપવાની અપિલ કરી છે.વિદ્યાર્થીઓનું કહેવું છે કે દેશમાં કોવિડ-૧૯ને પગલે અનેક વિદ્યાર્થીઓને તેમના પરિવારોને ગુમાવી દીધા છે. આ સંજાેગોમાં ફિઝીકલી પરીક્ષા યોજવી તે લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા માટે જાેખમ છે, તેમ જ તેમના પરિવારવાળા માટે આ મુશ્કેલીભરી સ્થિતિ છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને પત્ર લખીને માગ કરી છે કે વેક્સિનેશન વગર ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને એક્ઝામ માટે ન બોલાવવામાં આવે. બીજી બાજુ સિસોદિયાએ પત્રમાં કહ્યું છે કે વિદ્યાર્થીને વેક્સિનેશન વગર પરીક્ષા ન લેવામાં આવે.

તેમણે કહ્યું કે કોવેક્સિન અથવા કોવીશીલ્ડ ૧૭ વર્ષથી વધુ ઉંમરના બાળકોને આપી શકાય છે, આ માટે કેન્દ્રએ ફાઈઝર કંપની સહિત તમામ વાત કરવી જાેઈએ.સિસોદિયાએ કેન્દ્રને ૬ સૂચન આપ્યા છે તેમાં ૧૮મું વર્ષના ૬ મહિના પૂરા કરી ચુકેલા ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને પણ ૧૮-૪૪ વર્ષના વય-ગ્રુપમાં સામેલ કરી વેક્સિન આપવામાં આવે.,કેન્દ્ર સરકાર ૧૨ વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટે એપ્રૂવ્ડ વેક્સિનને ભારતના બાળકો માટે ખરીદે,એવા શિક્ષકો કે જેમણે કોઈ કારણથી વેક્સિન નથી લીધી તેમને પણ વેક્સિન તાત્કાલિક આપવામાં આવે.

જાે વેક્સિનેશનનો વિકલ્પ અત્યારે શક્ય ન હોય તો આ વર્ષે બોર્ડની પરીક્ષા સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવે., ધોરણ-૧૦, ધોરણ-૧૧ના માર્ક્‌સ અને સ્કૂલના આંકલનના આધારે ધોરણ-૧૨નું પરિણામ જાહેર કરવામાં આવે., જે બાળકો પરિણામથી સહમત નથી તેમના માટે પ્લાન-બી હેઠળ પરીક્ષા યોજવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવે સામેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.