બ્યૂબોનિક પ્લેગે કૉન્ગોમાં દસ્તક દીધી : ૧૫ દર્દીમાંથી ૧૧ દર્દીના મોત
નવીદિલ્હી: મહામારીની વચ્ચે અનેક અન્ય બીમારીઓનો ખતરો પણ વધી રહ્યો છે. આફ્રિકી દેશ કૉન્ગોમાં બ્યૂબોનિક પ્લેગના ૧૫ કેસ આવ્યા છે. તેમાંથી ૧૧ લોકોના મોત થયા છે. તેને કાળા મોત કે બ્લેક ડેથના નામે ઓળખવામાં આવે છે. બ્યૂબોનિક પ્લેગ ખૂબ જ સંક્રામક છે અને જીવલેણ બીમારી છે. તે ઉંદરની મદદથી માણસમા ફેલાય છે.
બ્રિટિશ વેબસાઈટ ધ સનના રિપોર્ટમાં કહેવાયું છે કે કૉન્ગોના ઈતુરી પ્રાંતમાં બ્યૂબોનિક પ્લેગના કેસ સામે આવ્યા છે. ૨૩ એપ્રિલથી ૮ મેની વચ્ચે ૧૧ લોકોના મોત થયા છે. આ દરેક વ્યક્તિને પહેલા લોહીની ઉલ્ટી થતી અને પછી તેમનું મોત થયું હતું.
ડો, લુઈસ શુલોનું કહેવું છે કે દર્દીને માથું દુઃખવું, તાવ, ખાંસી, લોહીની ઉલ્ટીના લક્ષણો જાેવા મળે છે. અત્યાર સુધી બ્યુબોનિક પ્લેગના ૧૫ કેસ આવ્યા છે. તેમાંથી ૧૧ના મોત થયા છે.
ડબલ્યૂએચઓએ બ્યૂબોનિક પ્લેગમાં દેખાતા લક્ષણોને ફ્લૂ જેવા જ ગણાવ્યા છે. તેમાં એકથી સાત દિવસની અંદર લક્ષણો જાેવા મળે છે. આ બીમારીમાં દર્દીને ઠંડી લાગવી, તાવ આવવો, નબળાઈ લાગવી, માથુ દુઃખવું અને થાક લાગવાના લક્ષણો જાેવા મળી રહ્યા છે. તેમાં મોતનો રેટ ૩૦-૬૦ ટકા જાેવા મળી રહ્યો છે. આ એક જીવલેણ બીમારી સાબિત થઈ રહી છે.