Western Times News

Gujarati News

સંજય દત્ત યુએઇના ગોલ્ડન વીઝા મેળવનાર પહેલો ઇન્ડિયન એક્ટર

મુંબઇ: સંજય દત્તને યુએઈ ગોલ્ડન વીઝા મળ્યા છે. સંજય દત્તે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. તસવીરમાં સંજય દત્ત યુએઇના ડિરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ અલ મર્રી સાથે જાેવા મળે છે. તેમણે સંજય દત્તને આ વીઝા આપ્યા હતા. સંજય દત્તયુએઇ સરકારનો આભાર પણ માન્યો છે.

સંજય દત્તે બે તસવીરો પોસ્ટ કરીને કહ્યું હતું, મેજર મોહમ્મદ અલી મર્રીની હાજરીમાં સંયુક્ત અરબ અમીરાત માટે ગોલ્ડન વીઝા મેળવવાનું સન્માન મળ્યું. આ માટે યુએઇ સરકારનો આભાર. ફ્લાઈ દુબઈના સીઓઓ હમદ ઓબૈદલ્લાના સમર્થન માટે આભારી છું.

ગોલ્ડન વીઝા લોંગ ટર્મ રેસિડન્સ ઈવેન્ટ છે, જે મે ૨૦૧૯માં વડાપ્રધાન તથા દુબઈના શાસકના અપ્રૂવલ બાદ શરૂ થઈ છે. વર્ષ ૨૦૨૦માં યુએઇ સરકારે આ વીઝાની શરૂઆત કરી હતી. આ વીઝા ૧૦ વર્ષ સુધી ચાલશે. આ વીઝાનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભાશાળી લોકો ગલ્ફના દેશોમાં વસે તે છે.

ખાસ કરીને પીએચડી હોલ્ડર્સ, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ તથા યુનિવર્સિટીના ટોપ ગ્રેજ્યુએટ્‌સ સામેલ છે. જાેકે, સંજય દત્ત ભારતીય સિને ઈન્ડસ્ટ્રીમાંથી ગોલ્ડન વીઝા મેળવનાર પહેલો એક્ટર છે.દુબઈના પ્રિન્સને પિતા બનવા પર શુભેચ્છા પાઠવી હતી

હાલમાં જ દુબઈના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ જાેડિયા બાળકોના પિતા બન્યા છે. સંજય દત્તે સો.મીડિયામાં શુભેચ્છા પાઠવીને કહ્યું હતું. જાેડિયા બાળકોના સ્વાગત પર શેખમ હમદાન મોહમ્મદને શુભેચ્છા. હું તેમના માટે પ્રેમ, ભાગ્ય તથા ખુશીની કામના કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.