Western Times News

Gujarati News

સુરતમાં કાપડના ખરીદદારો પાસેથી પૈસા કઢાવવા ફોસ્ટાનો નવો કીમિયો

પ્રતિકાત્મક

૧૮૦ દિવસ સુધી પેમેન્ટ નહીં કરનારા કાપડ વેપારીઓનાં નામ વાઈરલ કરાશે

સુરત, સુરતના ટેકસટાઈલ વેપારીઓનું ૧૮૦ દિવસ સુધી પેમેન્ટ નહીં ચૂકવનાર ખરીદદાર વેપારીઓનું ફોસ્ટા દ્વારા લિસ્ટ બનાવવામાં આવશે. ખરીદદાર વેપારી સમજાવ્યા પછી પણ પેમેન્ટ નહી કરે તો સોશિયલ મીડિયાના રેફરન્સ ગ્રુપોમાં નામ જાહેર કરવામાં આવશે.

સુરતની ટેકસટાઈલ માર્કેટના ટ્રેડરોની સૌથી મોટી સમસ્યા પેમેન્ટ ફસાઈ જવું, ઉઠામણાં થવા, સામાન્ય રીતે ૯૦ દિવસ સુધીમાં વેપારીઓને પેમેન્ટ ચૂકવવાનું ચલણ હતું પરંતુ દેશની વિવિધ ટેકસટાઈલ માર્કેટના વેપારીઓ માલની ખરીદી કર્યા પછી અમુક ખરીદદારો ૧ર૦ દિવસ, ૧૮૦ દિવસથી ૧ વર્ષ સુધી પેમેન્ટ આપતા નથી.

જયારે વેચનાર વેપારી દ્વારા પેમેન્ટની ઉઘરાણી કરવામાં આવે ત્યારે માલ પરત પણ મોકલી આપે છે. છેલ્લાં થોડા દિવસમાં ફોસ્ટામાં ર૦ જેટલા ટેકસટાઈલના વેપારીઓએ ફરિયાદ કરી છે કે, તેમને માલ વેચ્યા પછી ૧૮૦ દિવસ થઈ ગયા હોવા છતાં પેમેન્ટ આવ્યું નથી.

સમસ્યા હોય તો ફોસ્ટાને જાણ કરો ઃ ફોસ્ટાના ૪૧ ડીરેકટરોના મોબાઈલ નંબર સાથેની યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ફોસ્ટા દ્વારા માર્કેટોને વેપારીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, કોઈ વેપારીઓને પ્રશ્ન, સમસ્યા હોય તો તે સમસ્યા ફોસ્ટા કાર્યાલય પર આવીને રજૂ કરી શકે છે. આ ઉપરાંત ફોસ્ટાના ડિરેકટરો ફોસ્ટાની ઓફિસ પર બેસશે.

ક્યાં ડિરેકટર ક્યા સમયે ફોસ્ટાની ઓફિસ પર મળશે તેનું ટાઈમ ટેબલ પણ ફોસ્ટા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈ વેપારીઓને કોઈ સમસ્યા હોય તો રજૂ કરી શકે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.