અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગ ૯ લોકોના મોત
કેલિફોર્નિયા: અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે. કેલિફોર્નિયાના સાન જાેસમાં વેલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (વીટીએ) લાઇટ રેલ યાર્ડમાં બુધવારે સવારે થયેલા ફાયરિંગમાં એક શંકાસ્પદ સહિત નવ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
સ્થાનિક સમય મુજબ સવારે સાત વાગ્યે થયું હતું. ઘટના જ સ્થળે શૂટર ની પણ હત્યા થઈ હતી પોલીસ હજુ સુધી ખુલાસો કરી શકી નથી .કે શૂટરની હત્યા કેવી રીતે થઈ અને કયા પ્રકારનું હથિયાર વપરાય છે. ડઝન બંધ લોકો પેટ્રોલ કાર અને ફાયર એંજીન રેલ યાર્ડ પાસે હતા. સાન જાેસના મેયર સેમ લીકાર્ડોએ કહ્યું કે ઘણા લોકોની સારવાર ચાલી રહી છે.
ગવર્નર ગેવિન ન્યુઝમે ટિ્વટર પર કહ્યું કે અમે કાયદા ના અમલીકરણ સાથે સંપર્કમાં છે અને પરિસ્થિતિની નજીકથી નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એફબીઆઇ અને ફેડરલ બ્યુરો આલ્કોહોલ, તમાકુ, ફાયરઆર્મ્સ અને એક્સપ્લોઝિવ બ્યુરો ગુનાના સ્થળે હાજર છે. ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી લાઇટ રાયલીયાર્ડ ખાતે થયેલા ગોળીબારમાં શંકાસ્પદ પણ માર્યો ગયો હતો.
કોઈ ઓળખ બહાર પાડવામાં આવી નથી. આ ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. ગોળીબાર રેલવે કેન્દ્ર પર થયો હતો જે સાન્ટા ક્લેરા કાઉન્ટી શેરિફ વિભાગની બાજુમાં છે. તે એક ટ્રાંઝિટ કંટ્રોલ સેન્ટર છે જ્યાં ટ્રેનો ઉભી રહે છે અને જાળવણી માટે યાર્ડ પણ છે