Western Times News

Gujarati News

વિશાલ દદલાની કેટલાક એપિસોડથી કેમ ગાયબ છે ?

વિશાલ લોનાવાલા શિફ્ટ થયા હતા, ત્યાં માતા-પિતા સાથે સમય વિતાવે છે, દમણ સુધી ટ્રાવેલિંગ નથી કરવા માગતા

મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ને દર્શકો તરફથી જેટલો પ્રેમ મળી રહ્યો છે, એટલી જ નફરતનો સામનો શો છેલ્લા કેટલાક દિવસોથી કરી રહ્યું છે. ઈન્ડિયન આઈડલ ૧૨ના કન્ટેસ્ટન્ટ્‌સ તેમના પર્ફોર્મન્સથી જજ અને મહેમાનોના દિલ જીતી લે છે. શોના દર એપિસોડમાં સ્પેશિયલ થીમ પર સેલિબ્રેશન કરવામાં આવે છે. શોનો હોસ્ટ આદિત્ય નારાયણ છે. જ્યારે તેના મૂળ જજ નેહા કક્કડ, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની છે. શોને હાલ અનુ મલિક, હિમેશ રેશમિયાને જજ કરી રહ્યા છે. આ સિવાય લિરિસ્ટ મનોજ મુનતાશીર પણ ગેસ્ટ જજ બનીને આવતા રહે છે. નેહા કક્કડ પણ થોડા એપિસોડમાં ગાયબ રહ્યા બાદ ફરી થોડા એપિસોડમાં જાેવા મળી હતી. આ દરમિયાન દર્શકોને કોઈ વાત ખટકી રહી હોય તો તે છે વિશાલ દદલાનીની ગેરહાજરી. વિશાલ દદલાની ઘણા એપિસોડમાં ગેરહાજરી જાેવા મળી રહી છે.

તે કેમ દેખાઈ રહ્યો નથી તે સવાલ શોના દર્શકો તેમજ તેના ફેન્સને થઈ રહ્યો છે. ત્યારે હવે આ પાછળનું કારણ સામે આવ્યું છે. વાતચીત કરતાં, શોના હોસ્ટ આદિત્ય નારાયણે વિશાલ દદલાની કેમ ગાયબ જાેવા મળી રહ્યો છે તે અંગે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘વિશાલ દદલાની ગયા વર્ષે લોનાવાલા શિફ્ટ થયા હતા અને ત્યાં તેઓ માતા-પિતા સાથે શિફ્ટ થયા છે. તેઓ લોનાવાલાથી દમણ સુધી ટ્રાવેલિંગ કરવા માગતા નહોતા.

તેઓ તેમના માતા-પિતાના કારણે વધારે સાવચેતી રાખી રહ્યા છે. હું આ બાબતને સંપૂર્ણ રીતે સપોર્ટ કરું છું. જાે તમને શંકા હોય તો તમારે ખાસ કરીને આ સમયમાં તમારા માતા-પિતા સાથે રહેવું જાેઈએ. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂકાયા બાદ ઈન્ડિયન આઈડલ ૧૨ના સેટને દમણમાં રિલોકેટ કરવામાં આવ્યો હતો. જાે કે, દમણમાં કેટલાક એપિસોડના શૂટિંગ બાદ ટીમ મુંબઈ પાછી આવી હઈ છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, હવે શોની ટીમ મુંબઈમાં લોકડાઉનના નિયમો હળવા કર્યા બાદ શૂટિંગ શરુ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.