બાબા રામદેવની પતંજલિ કંપની અલવર સ્થિત ખૈરથલ ફૈક્ટ્રી સીલ
અલવર: એલોપેથી પર ટિપ્પણી મામલામાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનને ૧ હજાર કરોડ રુપિયાના માનહાનિના કેસ બાદ બાબા રામદેવ હવે રાજસ્થાન સરકારના નિશાના પર આવ્યા છે. સરકાર તરફથી ગુરુવારે મોડી રાતે બાબા રામદેવની પતંજલિ કંપનીના સરસવના તેલમાં ભેળસેળની આશંકાના કારણે અલવર સ્થિત ખૈરથલ ફૈક્ટ્રીને સીલ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં થયેલી કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.
આ પહેલા રામદેવની કંપની પતંજલિના સરસવના તેલ પર ખાદ્ય તેલ ઉદ્યોગ સંગઠન (એસઈએ)એ પણ વાંધો વ્યક્ત કર્યો હતો. સંગઠને કંપનીની એ જાહારત પર વાંધો વ્યક્ત કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરસલનું તેલ અન્ય બ્રાન્ડની કાચી ઘાની તેલમાં મિલાવટ છે. જાે કે હવે રાજસ્થાનના અલવર જિલ્લાના ખૈરથલમાં રામદેવની પતંજલિ બ્રાન્ડના નામથી સરસવના તેલ પેકિંગ અને ભેળસેળ કરવાની સૂચના બાદ પ્રશાસને સિંધાનિયા આયલ મિલ પર રેડ પાડી ફેક્ટ્રીને મોડી રાતે સીલ કરી દીધી હતી.
ફેક્ટ્રીમાં પતંજલિની જથ્થા બંધ પેકેજિંગ સામગ્રી જપ્ત કરવામાં આવી. પતંજલિના નામ પર ભેળસેળ વળુ તેલ સપ્લાય કરવાના આરોપમાં બુધવારે મોડી રાતે જિલ્લા પ્રશાસને ખેરથલમાં ઈસ્માઈલપુર રોડ પર ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્થિત સિંધાનિયા આયલ મિલ પર રેડ મારીને સીલ કરી દેવામાં આવી હતી. આ બાદ ગુરુવારે સાંજે તપાસ કમિટીની ટીમ એસડીએમ અલવર યોગેશ ડાગુરના નેતૃત્વમાં ફેક્ટ્રીમાં પહોંચ્યા હતા. હાલમાં તપાસ ચાલી રહી છે.
ફેક્ટ્રીમાં બાબા રામદેવની પતંજલિના પૈકિંગ કરવાની પરવાનગી હોવાની વાત મેનેજમેન્ટ તરફથી જણાવવામાં આવી છે. આ ઉપરાંત એક વધુ એક બ્રાન્ડ શ્રી શ્રી ઓઈલ બ્રાન્ડના રેપર મળી આવ્યા છે. ફેક્ટ્રીમાં હાજર સરસવના તેલ કાચી ઘાણી અને સ્પેલરથી નીકળેલા તેલનો સ્ટોક અને હાજર કાચા સામનના ખાદ્ય નિરિક્ષકો અને આયુર્વેદ નિરિક્ષકોની ટીમે સેમ્પલ લીધા છે. જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રશાસન તરફથી ફેક્ટ્રી મેનેજમેન્ટને સામાનને આમતેમ ન કરવા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે અને પતંજલિના તેલ સપ્લાય કરવા અને પેકેજિંગ કરવા, ફેક્ટ્રીનું લાયસન્સ અને પેકેજિંગ કરવાના લાયસન્સની સાથે પરવાનહી પત્ર સહિત અનેત દસ્તાવેજાે બતાવવા માટે કહેવામાં આવ્યુ છે. મનાઈ રહ્યુ છે કે ખૈરથલમાંથી આ ફેક્ટ્રીમાંથી ભારે માત્રામાં સરસવનું તેલ રામદેવની કંપની પતંજલિમાં જાય છે. પતંજલિ આ તેલ પર પોતાનો સિક્કો લગાવી બજારમાં વેચે છે. આ ફરિયાદના આધાર પર જિલ્લા કલેક્ટર નન્નુ મલ પહાડિયાએ ત્વરિત
કાર્યવાહી કરતા અલવરના ઉપખંડ અધિકારી યોગેશ ડાગુરની નેતૃત્વમાં ૩ સભ્યની કમિટીનું ગઠન કર્યુ.
એસડીએમ યોગેશ ડાગુરે જણાવ્યુ કે જિલ્લા કલેક્ટરની ફેક્ટ્રીમાં પતંજલિનું પેકેજિંગ કરી ભેળસેળ કરી સરસવનું તેલ મોકલવાની ફરિયાદ મળી હતી. જે બાદ મોડી રાતે કમિટીએ ફેક્ટ્રીની તપાસ કરી માલ આમ તેમ ન થયા તે માટે સીલ કરી છે. ટીમે વીડિયોગ્રાફી કરાવી છે. ખાદ્ય નિરિક્ષકો તરફથી સેમ્પલ લેવામાં આવ્યા છે. મામલાની તપાસ જારી છે અને સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.