Western Times News

Gujarati News

ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા રદ કરવા માટેની સુનાવણી ટળી

Files Photo

નવીદિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા ૨૦૨૧ રદ કરવા માટે આવેલી અરજી પર સુનાવણી ટાળી છે. જે હવે આગામી સોમવારે એટલે કે, ૩૧ તારીખે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાનીવાલી બેંચે કહ્યુ હતું કે, સુનાવણી દરમિયાન આઇસીએસઇ અને સીબીએસઇના રિપ્રેંજેંટેશન હાજર હોવા જાેઈએ.

સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એટલે કે આજે હાલની કોવિડ સ્થિતીને જાેતા ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની માગવાળી અરજી પર સુનાવણી થવાની હતી. અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ એ.એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીની અદાલતમાં સીબીએસઈ, સીઆઈએસસીઈ અને સરકારને એક વિશિષ્ઠ સમય મર્યાદાની અંદર ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા માટે ઓબ્જેક્ટિવ મેથડોલોજી તૈયાર કરવાનો નિર્દેશ આપવા ભલામણ કરી છે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ ૧૨ સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓના ર્નિણયની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે રવિવારે રાજ્યો પાસેથી ધોરણ ૧૨ની પરીક્ષાને લઈને સૂચનો આપવા કહ્યુ હતું અને ટૂંક સમયમાં જ તે આપી દેવા જણાવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.