હું એલોપેથીનો વિરોધી નથી : યોગગુરુ બાબા રામદેવ
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે આયુર્વેદ અને એલોપેથિક વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી કાયદાકીય નોટિસ મળ્યા બાદ યોગગુરુ સ્વામી રામદેવ પહેલીવાર સામે આવ્યા છે અને દાવો કર્યો છે કે એલોપેથીએ ફક્ત ૧૦ ટકા ગંભીર દર્દીઓની સારવાર કરી છે જ્યારે બાકી ૯૦ ટકા લોકો યોગ-આયુર્વેદથી ઠીક થયા છે.
બાબા રામદેવે આગળ કહ્યું કે ‘૯૦ ટકા દર્દીઓના જીવ યોગ અને આયુર્વેદે બચાવ્યા છે, જ્યારે ગંભીર થઈને હોસ્પિટલ જનારા ૧૦ ટકા લોકોના જીવ જ એલોપેથી ડોક્ટરોએ બચાવ્યા છે. ડોક્ટરોને મારી વાત પર આપત્તિ કેમ છે, કારણ કે તેમનો ખુબ મોટો વેપાર તેની સાથે જાેડાયેલો છે.
પરંતુ તેઓ તાકાતના દમ પર સત્ય છૂપાવી શકે નહીં. હું એલોપેથીનો વિરોધી નથી. ઈમરજન્સી ટ્રિટમેન્ટ તરીકે આધુનિક મેડિકલ સાયન્સે ખુબ કામ કર્યું છે. પરંતુ લાઈફસ્ટાઈલ ડિસિઝનો તેમની પાસે કોઈ ઈલાજ નથી.’ તેમણે કહ્યું કે ‘અનેક ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવીને દર્દીઓના જીવ બચાવ્યા છે. તેમનો આભાર માનું છું. આવા સંકટમાં તેમણે તો મદદ કરવી જ જાેઈએ નહીં તો મેડિકલ સાયન્સનો મતલબ જ શું રહે.’