Western Times News

Gujarati News

રાજકોટ જિલ્લામાં ૧૦૮ સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરાઈ

સાંપ્રત કોરોના કાળમાં જીવના જોખમે ૧૦૮ ના પાયલોટ બન્યા દેવદૂત-શ્રેષ્ઠ કામગીરી કરનાર પાઇલોટને એવોર્ડથી સન્માનિત કરાયા

રાજકોટ – કહેવાય છે કે યુધ્ધ સમયે યોદ્ધાના સારથીની ભૂમિકા અતિ મહત્વની હોઈ છે, એજ રીતે સંકટ સમયે એક સારથીની ભૂમિકા ભજવનાર દરેક ૧૦૮ ના પાયલોટની કોરોના કાળમાં ખૂબ જ મહત્વની ભૂમિકા રહી છે.

જીવન જોખમે કોરોનાના અનેક દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી, દર્દી દાખલ થાય ત્યાં સુધી સેવારત ૧૦૮ ના ડ્રાઈવર તેમજ ઇમરજન્સી મેનેજમેન્ટ ટેક્નિશિયન દ્વારા કરાયેલી સેવા સન્માનીય છે. અનેક પાયલોટ આ દરમ્યાન કોરોના ગ્રસ્ત થયા. પરંતુ સારવાર બાદ પુનઃ ફરજ પર આવ્યા.

ઘરે ૫ માસની દીકરી હોઈ તો પણ ફરજ નિભાવતા, કોઈના પરિવારજનો કોરોનામાં અવસાન પામ્યા હોઈ  તેમ છતાં તુર્તજ ફરજ પર હાજર થઈ તેમની ફરજને પ્રાથમિકતા આપી માનવતા અને ફરજનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે ૧૦૮ ની ટીમે…

૧૦૮ ની વિશિષ્ઠ કામગીરીને અનુલક્ષી પ્રતિ વર્ષ તા. ૨૬ મે ના રોજના રોજ ૧૦૮ સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી જીલ્લા વાઇઝ ઉજવવામાં આવવે છે.

રાજકોટ ખાતે ૧૦૮ ના અધિકારીઓ તેમજ કર્મચારીઓની હાજરીમાં પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી. ૧૦૮ ના કર્મચારીઓને તેમની વિશિષ્ઠ કામગીરીને અનુલક્ષીને અધિકારીઓના હસ્તે એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

પાયલોટ દિવસની ઉજવણી માટે ખાસ અમદાવાદ ૧૦૮ હેડ ઑફિસથી અધિકારીશ્રી સ્નેહલ શાહ, આર.ડી.ડી ડો. રૂપાલી મહેતા, રાજકોટ જિલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી મિલન પટેલ, ઈ.એમ.ઈ. સર્વેશ્રી વિરલ ભટ્ટ, શ્રેયસ ગઢીયા તથા જયમીન પ્રજાપતિ ઉપસ્થિતિ રહ્યા હતાં.

અધિકારીઓ દ્વારા ૧૫ જેટલા કર્મચારીઓને વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ દરેક કર્મચારીઓને મોમેન્ટો રૂપે ૧૦૮ લોગો-ડિઝાઇનના મગ યાદગીરી રૂપે અપાયા હતાં.

આ ખાસ દિવની ઉજવણી કરતા ડો. રૂપાલી મહેતાએ કોરોના કાળ માં ૧૦૮ ના કર્મીઓના કામને બિરદાવ્યું હતું.  જયારે રાજકોટ પ્રોગ્રામ મેનેજર મિલન પટેલે  કર્મીઓ સતત ૨૪ કલાક અવિરત કામ કરતા પાયલોટ કર્મચારીઓને બિરદાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય લક્ષી વિવિધ સેવાઓ પૈકી ૧૦૮ ની ભૂમિકા અતિ જ મહત્વની સાબિત થઈ છે.  ઈમરજન્સીમાં દર્દીઓને સ્થળ પર પ્રાથમિક સારવાર સાથોસાથ હોસ્પિટલ સુધી પહોંચાડી દર્દીઓની અમૂલ્ય ઝીંદગી બચવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.