Western Times News

Gujarati News

UPL આઠ હોસ્પિટલોને ઓક્સિજનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરીને પથપ્રદર્શક બની

 નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા અંગે 100થી વધારે કંપનીઓ અને સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું

આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષિલક્ષી નિરાકરણો પ્રદાન કરતી કંપની UPLએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને નવી દિલ્હીમાં ઓક્સિજનનું ઉત્પાદન કરવા આઠ હોસ્પિટલોમાં પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. કોવિડ કેસોમાં વધારો થવાથી દેશભરમાં ઓક્સિજનની ખેંચ ઊભી થઈ છે,

જેને પૂર્ણ કરવા કંપનીએ ઝડપથી નવીન પહેલ હાથ ધરી હતી. કંપનીએ ઓક્સિજનનું ઉત્પાદન કરવા તેમજ ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં ચાર હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો પ્રદાન કરવા ગુજરાતમાં એના ચાર નાઇટ્રોજન પ્લાન્ટને રૂપાંતરિત કર્યા હતા. આ પ્લાન્ટ “સ્કિડ માઉન્ટેડ” છે અને હોસ્પિટલની સાઇટ પર જ સ્થાપિત કરવામાં આવે છે, જેથી હોસ્પિટલોને પુરવઠામાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ મળી છે. સ્કિડ માઉન્ટેડ પ્લાન્ટમાંથી ઓક્સિજન સીધો હોસ્પિટલની ઓક્સિજન હેડર સિસ્ટમમાં વહે છે.

આ રૂપાંતરિત પ્લાન્ટ હોસ્પિટલોમાં સ્થાપિત અને કાર્યરત થયા છે, જેમાં વારાણસીના ચૌકા ઘાટમાં ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, વાપીમાં હરિયા એલ જી રોટરી હોસ્પિટલ, અંકલેશ્વરમાં જયાબેન હોસ્પિટલ અને ભરુચના જમ્બુસરમાં ગવર્મેન્ટ હોસ્પિટલ સ્થાપિત પ્લાન્ટ સામેલ છે.

આ ઉપરાંત UPLએ  નવી દિલ્હીના પટપડગંજમાં મેક્સ હોસ્પિટલમાં સીધો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે તથા ઇન્દોર, ગ્વાલિયર અને વારાણસીમાં વધુ ત્રણ ઓક્સિજન પ્લાન્ટ પ્રદાન કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ તમામ આઠ ઓક્સિજન પ્લાન્ટની કુલ 1,000 બેડને ઓક્સિજન પ્રદાન કરશે. UPLએ ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં સ્થાનિક મુખ્ય તબીબી અધિકારીની દેખરેખમાં વેન્ટિલેટર્સ, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ, કોવિડ દવાઓની કિટ પણ પૂરી પાડી છે.

UPL ઓક્સિજનનું ઉત્પાદન કરવા ઔદ્યોગિક નાઇટ્રોજનના પ્લાન્ટને રૂપાંતરિત કરીને વધતી માગને પૂર્ણ કરવામાં મદદરૂપ થવા માટે પથપ્રદર્શક બની છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સના ભાગરૂપે આ રૂપાંતરણનો અનુભવ ઉદ્યોગના અન્ય સભ્યો સાથે વહેંચવામાં આવ્યો હતો,

જેઓ તેમના નાઇટ્રોજનના પ્લાન્ટ ઓક્સિજન પેદા કરતા પ્લાન્ટમાં રૂપાંતરિત કરવા ઇચ્છતાં હતાં. અમને ટાસ્ક ફોર્સની ટીમનો ભાગ બનવાની ખુશી છે, અમે આ ઉદ્દાત્ત પહેલનો અમલ કરવા આગળ આવવા બદલ ઉદ્યોગના આશરે 100 સભ્યોને પ્રોત્સાહન આપવામાં અને જાણકારી આપવામાં સફળ રહ્યાં હતાં.

આ અંગે UPL લિમિટેડના સીઇઓ શ્રી જય શ્રોફે કહ્યું હતું કે, “અમે UPLમાં ‘ઓલ્વેઝ હ્યુમન’ (હંમેશા માનવીય)ના અમારા મૂલ્ય પ્રત્યે કટિબદ્ધ છીએ. અમને આ પડકારજનક સમયમાં નાઇટ્રોજનને ઓક્સિજનમાં રૂપાંતરિત કરવાનું વિશિષ્ટ સમાધાન વિકસાવીને ઉત્કૃષ્ટ નવીનતા અને ચપળતા દાખવનાર અમારી ટીમ પર ગર્વ છે. અમે મહામારી સામેની આ લડાઈમાં અમારાથી શક્ય તમામ કામગીરી કરીને સમુદાયને ટેકો આપવાનું જાળવી રાખીશું.”

હરિયા એલજી રોટરી હોસ્પિટલ, વાપીના મેડિકલ સર્વિસીસના ડાયરેક્ટર ડૉ. એસ એસ સિંહે કહ્યું હતું કે, “અમે વેન્ટિલેટર્સ અને ઓક્સિજન સહિત તમામ સુવિધાઓ સાથે 60 આઇસીયુ બેડની સુવિધા સાથે કોવિડ કેમ્પ ઊભો કર્યો છે. અમે આ બેડ પર દર્દીને સારવાર આપવા ઓક્સિજનના અનિયમિત પુરવઠાની સમસ્યા અનુભવતા હતા.

અમે આ સમસ્યામાંથી સમાધાન મેળવવા UPLનો સંપર્ક કર્યો હતો અને તેમણે અમારી હોસ્પિટલમાં સ્કિડ-માઉન્ટેડ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે, જેની અમારે તાતી જરૂર હતી. સ્થાપનાના પ્રાથમિક તબક્કામાં પ્લાન્ટ દર મિનિટે 300થી 350 લિટર ઓક્સિજન પેદા કરે છે, જે એક સમયે, સુવિધાજનક રીતે 30થી 40 દર્દીઓની સારવાર કરવા પૂરતો છે. જ્યારે અમારે તાતી જરૂર હતી, ત્યારે આ ઉદાર અને સમયસર મદદ કરવા માટે અમે UPLના અતિ આભારી છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.