Western Times News

Gujarati News

કોરોનાકાળમાં સાવચેતીરૂપે લોકોએ હાથ પર વધુ રોકડ રાખી :RBI

મુંબઇ: કોરોના મહામારીમાં સાવચેતીના પગલારૂપે હાથમાં રોકડ વધારે રાખવાના વલણને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ચલણી નોટોના સર્ક્‌યુલેશનમાં વધારો જાેવા મળ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સર્ક્‌યુલેશનમાં રહેલ ચલણી નોટોના મૂલ્યમાં ૧૬.૮ ટકા અને પ્રમાણમાં ૭.૨ ટકાનો વધારો જાેવા મળ્યો છે.

જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ચલણી નોટોના મૂલ્યમાં ૧૪.૭ ટકા અને પ્રમાણમાં ૬.૬ ટકાની વૃદ્ધિ જાેવા મળી છે. ઉલ્લેખનીય છે કે મૂલ્યની દ્રષ્ટિએ ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ સર્ક્‌યુલેશનમાં રહેલી નોટો પૈકી ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાના નોટોનો ફાળો ૮૫.૭ ટકા હતો.

જે ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ ૮૩.૪ ટકા હતો. બજારમાં સર્ક્‌યુલેશનમાં રહેલી ચલણી નોટોમાં વોલ્યુમની દ્રષ્ટિએ ૫૦૦ રૂપિયાની નોટોનું પ્રમાણ સૌૈથી વધુ ૩૧.૧ ટકા છે. ત્યારબાદ ૧૦ રૂપિયાની નોટોનું પ્રમાણ ૨૩.૬ ટકા છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇના જણાવ્યા અનુસાર હાલમાં રૂ, ૨, ૫, ૧૦, ૨૦, ૫૦ , ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટો સર્ક્‌યુલેશનમાં છે.આ ઉપરાંત ૫૦ પૈસા, ૧ રૂપિયા, ૨ રૂપિયા, પાંચ રૂપિયા, ૧૦ રૂપિયા અને ૨૦ રૂપિયાના સિક્કા ચલણમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.