Western Times News

Gujarati News

અમદાવાદની બે મહીલાઓનાં સોશીયલ મિડીયા એકાઉન્ટ બનાવી બિભત્સ મેસેજ કરતાં ફરીયાદ દાખલ

પરીણીત મહીલાઓના સગાનાં ફોટા પણ વાઈરલ કર્યાઃ સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : આધુનિક સમયમાં ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે એ સાથે માહીતીનુ આદન પ્રદાન પણ વધ્યુ છે ખાસ કરીને સોશીયલ મિડીયા અસ્તિત્વમાં  આવ્યા બાદ નાગરીકો એકબીજાના સંપર્કમાં આવતા થયા છે લાંબા સમયથી અલગ થઈ ગયા હોય તેવા ઉપરાંત અજાણ્યા લોકો સાથે પણ સોશીયલ મિડિયા દ્વારા સંપર્કમાં રહેવુ સરળ બન્યુ છે.

બીજી તરફ નાગરીકો પોતાના દરેક પ્રસંગના ફોટા સોશીયલ મિડીયા ઉપર મુકતાં થયા છે જેનો ઉપયોગ કેટલાંક લેભાગુ તત્વો દ્વારા કરવામાં આવે છે અને યુવતીઓ તથા મહિલાઓને બ્લેક મેઈલ કરવા માટે તેના વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે દર બીજા દિવસે શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી આવી ફરીયાદો શહેર સાયબર ક્રાઈમને મળે છે

આવી વધુ બે ફરીયાદો નિકોલ તથા દુધેશ્વવર વિસ્તારમાંથી સામે આવી છે જેમા બે પરણીત મહીલાઓને નામે ઈન્ટાગ્રામના એકાઉન્ટ બનાવી તેમના સગાને બિભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા.

નિકોલમાં રહેતી વિભા નામ બદલ્યુ છે નામ લગ્ન થોડા સમય અગાઉ જ થયા છે તેની સગાઈ અગાઉ બીજા યુવક સાથે થઈ હતી બાદમાં તે તુટી જતા વિભાના લગ્ન નિકોલ વિસ્તારમાં રહેતા યુવાન સાથે થયા હતા કેટલાંક સમય અગાઉ વિભાનાં બનેવીએ તેના નામે ફેસબુક એકાઉન્ટ ચાલતુ હોવાનુ તથા તેમાંથી બિભત્સ મેસેજ આવતા હોવાનુ જણાવ્યુ હતુ.

બાદમાં સગા સંબંધીઓ તથા અન્ય લોકોનાં ફોટા પણ વાઈરલ કર્યા હતા બાદમાં આ બધા સગાઓએ પણ વિભાને આ બાબતની જાણ કરતા તેણે શહેર સાયબર ક્રાઈમમા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોતાના ફોટા બિભત્સ મેસેજ વાઈરલ કરી લગ્નજીવનમાં ભંગાણ કરવા માટેની ફરીયાદ નોધાવી છે.

જ્યારે બીજા કિસ્સો દુધેશ્વર વિસ્તારમાંથી આવ્યો છે જેમા નિલોફર નામની પરીણીતાએ પોતાનું ઈન્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યુ હતુ પરતુ તેની બહેનને કોઈ અજાણ્યા શખ્શે નિલોફર નકલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તેમાથી ગંદા મેસેજ મોકલતો હતો.

જે અંગે તેઅમે નિલોફર જાણ કરી હતી બાદમા આ શખ્શે નિલોફરમાં નામે વધુ બે એકાઉન્ટ બનાવી નિલફરને પણ ગંદા અને બિભત્સ મેસેજ કર્યા હતા ઉપરાંત તેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર વાઈલર કરવાની ધમકીઓ આપી હતી જેથી ગભરાયેલી નિલોફરે પતિને જાણ કર્યા બાદ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોધાવી હતી. સાયબર ક્રાઈમની ટીમે આ બંને ફરીયાદોની તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.