Western Times News

Gujarati News

મ્યુનિ.પ્રોપર્ટી ટેક્ષની ‘ખાલી-બંધ’ યોજનામાં ૧પ,૦૦૦ ફાઈલોનો નિકાલ બાકી

મ્યુનિ.કમિશ્નરના મનસ્વી વલણના કારણે નાના કરદાતાઓ મુશ્કેલીમાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ વિભાગના જુના અને નવા લેણાની વસુલાત માટે દર વરસે રીબેટ યોજના જાહેર કરવામાં આવતી હતી. મ્યુનિસિપલ કમિશ્નરે પ્રજાને વ્યાજમાં રાહત આપવાની સ્પષ્ટ મનાઈ કરી છે. જેનો શાસકપક્ષે પણ સ્વીકાર કર્યો છે. તથા નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯ માં માત્ર સીલીંગ ઝુંબેશ જ ચલાવવામાં આવી હતી. જ્યારે ટેક્ષ-રીબેટ યોજના બંધ કરવામાં આવી હતી.

સાથે સાથે ર૦ વર્ષ પહેલાં સ્ટેન્ડીંગ કમિટિમાં કરેલા ઠરાવનો પણ અમલ બંધ કર્યો છે. મ્યુનિસિપલ શાસક પાર્ટીએ ૧૯૯૮ના વર્ષમાં ‘ખાલી-બંધ’ યોજના માટે ખાસ ઠરાવ કર્યો હતો.

જેમાં લાઈટબીલ પુરાવાના માન્ય રાખવામાં આવતા હતા. પરંતુ મ્યુનિસિપલ કમિશ્નરે ‘ખાલી-બંધ’ મામલે પણ મનસ્વી વલણ અપનાવ્યુ છે. જેના પરિણામે ‘ખાલી-બંધ’ ની ૧પ હજાર કરતા વધુ ફાઈલો અભરાઈએ મુકવાની નોબત આવી છે.

ઝોન

ખાલી બંધની  ફરીયાદો

અન્ય બાકી  ફરીયાદો

મધ્ય ઝોન 

૩૨૧૫ 

૧૮૫

ઉત્તર ઝોન 

૧૭૬૬ 

૯૦૧

દક્ષિણ ઝોન 

૮૯૫ 

૨૫૯૩

પૂર્વ ઝોન 

૩૨૭૦ 

૧૮૧૫

પશ્ચિમ ઝોન

૨૯૭૬

૩૩૭૬

ઉ. પશ્ચિમ ઝોન

૧૩૨૮ 

૬૩૫

દ. પશ્ચિમ ઝોન 

૧૭૮૪ 

૩૫૦૮

કુલ 

૧૫૦૩૪

૧૩૦૧૩

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતવેરાના બાકી લેણાં સામે ૧૮ ટકા વ્યાજ લેવામાં આવે છે. મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષે વ્યાજદર ઘટાડીને ૭ ટકા કરવા માટે અનેક વખત રજુઆત કરી છે. પરંતુ સરકારે આ મામલે કોઈ જ નિર્ણય કર્યો નથી. પરંતુ કરદાતાઓને રાહત થાય એ માટે દર વર્ષે ટેક્ષ- રીબેટ યોજના જાહેર કરવા માટે મનપાને સુચના આપી છે.

પરંતુ મ્યુનિસિપલ કમિશનર વ્યાજમાં રીબેટ આપવા તૈયાર નથી. તેથી ગત નાણાંકીય વર્ષમાં નાના કરદાતાઓ પાસેથી પણ ૧૮ ટકા વ્યાજસાથે મિલકત વેરાની વસુલાત કરવામાં આવી હતી. જેના કારણે નાના વેપારીઓમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો.
લોકસભા ચૂંટણી પ્રચાર સમયે ભાજપના કોર્પોરેટરોએ આ બાબતથી અમિતભાઈ શાહને વાકેફ પણ કર્યા હતા. તેમ છતાં ચાલુ નાણાંકીય વર્ષમાં પણ કમિશ્નર રીબેટ યોજના જાહેર કરે એવા કોઈ જ એંધાણ જાવા મળતા નથી.

મ્યુનિસિપલ શાસક પક્ષ ર૦ર૦ની ચૂંટણીને ધ્યાનમાં લઈને ગાંધીનગર કે દિલ્હીથી દબાણ લાવે તો જ રીબેટ યોજનાનો લાભ નાગરીકોને મળશે એવી ચર્ચા પણ ચાલી રહી છે. ટેક્ષ-રીબેટ યોજનાની જેમ વરસોથી ચાલી આવતી ‘ખાલી-બંધ’ યોજના પણ કમિશ્નરે બંધ કરી દીધી છે. નોંધનીય બાબત એ છે કે ખાલી-બંધ’ યોજના માટે ભારતીય જનતા પાર્ટીએ જ સ્ટેન્ડીંગ કમિટિમાં ઠરાવ કર્યો હતો તેમ છતાં તેનો અમલ કરાતો નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર જે મિલકત સતત ૬૦ દિવસ કે તેથી વધુ સમય માટે બંધ રહી હોય તે મિલકતનો ‘ખાલી-બંધ’ યોજનામાં સમાવેશ થાય છે તથા મિલકતવેરામાં ૭પ ટકા સુધી રાહત આપવામાં આવે છે. જેના માટે લાઈટબીલને ને પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે છે.

ર૦૧૮-૧૯ની શરૂઆત સુધી આ યોજના બરાબર ચાલી રહી હતી.  તથા જે તે મિલકત ધારકોને પણ તેનો લાભ આપવામાં આવતો હતો. પરંતુ મ્યુનિસિપલ કમિશ્નરે ‘ખાલી-બંધ’ યોજના બંધ કરવા અચાનક જ જાહેરાત કરી હતી. જેના પરિણામે ૧પ હજાર કરતા વધુ ફાઈોનો નિકાલ થયો હતો. એક ફાઈલ દીઠ રૂ.૧૦ હજાર મિલકત વેરા ગણવામાં આવે તો પણ કરોડો રૂપિયાની વસુલાત બાકી રહે છે.

‘ખાલી-બંધ’ યોજનામાં સૌથી વધુ પડતર ફાઈલો પૂર્વ-ઝોનમાં છે. પૂર્વ ઝોનમાં ૩ર૭૦ ફાઈલોનો નિકાલ બાકી છે. જ્યારે મધ્ય ઝોનમાં ૩ર૧પ, ઉત્તર ઝોનમાં ૧૭૬૬, દક્ષિણ ઝોનમાં ૮૯પ, પશ્ચિમ ઝોનમાં ર૯૭૬, ઉતર-પશ્ચિમ ઝોનમાં ૧૩ર૮ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૭૮૪ ફાઈલોના નિકાલ બાકી છે.

આ તમામ ફાઈલો પાંચ કરતા પણ વધુ વર્ષોથી પડતર છે. ટેક્ષ ખાતાના કર્મચારીઓની નિષ્ક્રીયતાના કારણે ચાર-પાંચ વર્ષ પહેલાં સબમીટ કરવામાં આવેલ ફાઈલોના નિકાલ થયા નથી.  મ્યુનિસિપલ કમિશ્નરના મનસ્વી નિર્ણય બાદ આ તમામ ફાઈલો અભરાઈએ મુકવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે કોઈપણ એક નાણાંકીય વર્ષ દરમ્યાન અલગ અલગ ઝોનમાં સબમીટ થયેલ ‘ખાલીબંધ’ની ફાઈલો પૈકી એક ઝોનમાં તેનો નિકાલ થયો હોય અને બીજા ઝોનમાં પ્રોસેસ જ ન થઈ હોય એવા સંજાગોમાં કરદાતાનીકોઈ ભૂલ હોતી નથી તેમ છતાં ‘ખાલી-બંધ’ નો લાભ આપવા માટે કમિશ્નર નનૈયો ભણી રહ્યા છે જેના કારણે કરદાતાઓમાં રોષ અને નારાજગીની મિશ્ર લાગણી જાવા મળે છે.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતે કે ભાજપના શાસનમાં જ ભાજપ દ્વારા કરવામાં આવેલા ઠરાવનો અમલ  થતો નથી. તે અત્યંત શરમજનક બાબત છે. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નરની મનમાની ચાલી રહી છે તે પુરવાર થાય છે.

મિલકત વેરાના બાકી લેણા પેટે ૧૮ ટકાના વ્યાજ લેવામાં આવે છે. જે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ વ્યાજ દર કરતા અનેક ગણા વધુ છે. ટેક્ષ ખાતાના કર્મચારીઓની નિષ્ક્રીયતાના પરિણામે ‘ખાલી-બંધ’ ની ફાઈલોનો નિકાલ થયો નથી. એવા સંજાગોમાં તમામ કરદાતાઓને લાભ આપવામાં આવે તે જરૂરી છે.

રાજ્ય સરકારે મહિના માટે પ્રોફેશ્નલ ટેક્ષ માટે રીબેટ યોજના જાહેર કરી હતી તેથી કમિશ્નરે તેનો અમલ કર્યો હતો. પ્રોફેશ્નલ ટેક્ષમાં રીબેટ યોજના જાહેર થતી હોય કે અમલ થતો હોય તો પ્રોપર્ટી ટેક્ષમાં પણ વ્યાજ-રીબેટ યોજના જાહેર કરવી જાઈએ. મંદીના સમયમાં નાના વેપારીઓની મિલકતો સીલ કરવાને તથા ૧૮ ટકા વ્યાજ લેવા કરતા માનવીય અભિગમ અપનાવવો જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.