Western Times News

Gujarati News

ટ્રક ચાલકો પાસે ૧ હજાર રૂપિયા ઉઘરાવતા શખ્સોથી ટ્રક માલિકો ત્રાહિમામ

મોડાસા -મુંબઇ બકરા ભરેલી ટ્રક ચલાવવી હોય તો ૧ હજારનો પાસ,VIDEO વાઇરલ 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસાનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દેશભરમાં જાણીતો છે.મોડાસા શહેર માંથી હજ્જારો ટ્રકો સમગ્ર દેશમાં માલસામાનની હેરાફેરી કરી રહી છે ૧૫૦થી વધુ ટ્રકો ગોટસ્ ટ્રાન્સપોર્ટ એશોસીયેશનના નેજા હેઠળ બકરાની હેરાફેરી કરી રહી છે જયારે અન્ય ટ્રક માલિકો ગોટ્સ એસોસિએશનમાં જોડાયા વગર બકરાની હેરાફેરી કરી રહ્યા છે થોડા સમય અગાઉ  મોડાસા ખાતેના ગોટસ્ ટ્રાન્સપોર્ટ એશોસીયેશનના ટ્રક માલીકોને મોડાસા-મુંબઈ માર્ગે અટકાવી રૂપિયા ૧ હજારની બળજબરી ખંડણી વસૂલવામાં આવતા હોવા અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ૫ લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધઈ હતી અને ૪ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી તેમ છતાં ટ્રક ચાલકો પાસેથી કેટલાક શખ્સો મોડાસા-મુંબઈ વચ્ચે બકરા ભરેલ ટ્રક ચલાવવી હોય તો ૧ હજારની ઉઘરાણી કરી પાસ આપવામાં આવતો હોવાનો અને પાસ હોય તો ગુજરાતમાં જીવદયા પ્રેમી  લોકો હેરાનગતિ ન કરતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા ભારે ચકચાર મચી છે આ વિડીયો અંગે સાચો છે કે ખોટો તેની પુષ્ઠી સમાચાર પત્ર કરતુ નથી

મોડાસા શહેરમાં બકરા સહીત પશુઓની હેરાફેરી કરતા ટ્રક માલિકો વચ્ચે  છેલ્લા કેટલાક સમયથી ડખો ચાલી રહી છે થોડા સમય અગાઉ ધી મોડાસા ડીવીઝન ગોટ્સ ટ્રાન્સપોર્ટ ઓનર્સ એશોસીયેશન દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી જેમાં  ટ્રક દીઠ મોડાસા અને મહારાષ્ટ્રના કેટલાક શખ્સો ૧ હજાર રૂપિયાની ખંડણી માંગી હેરાન કરતા હોવાનું જણાવ્યું હતું ત્યારે આ પ્રકરણ અનુસંધાન વધુ એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં કારમાં બેઠેલા અને ટ્રક ચાલક અને મજુર વચ્ચેનો વાર્તલાપ છે

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ વીડિયોમાં ટ્રક ચાલક અને મજુર સાથે કારમાં બેઠેલો વ્યક્તી પાસ સાથે વાર્તાલાપ કરી રહ્યો છે જેમાં આ પાસ મોડાસાના સલીમ દાદુ નામના શખ્શે બનાવી આપ્યું હોવાનું અને આ કાર્ડના ૧ હજાર રૂપિયા લેવામાં આવી રહ્યા છે આ કાર્ડથી ગુજરાતમાં ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ હેરાન ન કરતા હોવાનું એક વ્યક્તિ જણાવી રહ્યોં છે આ અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા ભારે ચકચાર મચી છે ત્યારે સમગ્ર પ્રકરણ બાબતે પોલીસતંત્ર નક્કર કાર્યવાહી કરેની માંગ પ્રબળ બની છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.