Western Times News

Gujarati News

રખિયાલ પોલીસે વિદેશી દારૂ મુદ્દામાલ સાથે પકડી પાડ્યો

અમદાવાદ: રખિયાલથી પીપલજ રોડ ઉપર કલ્યાણજી મુવાડા ગામ પાસેથી ગાડીને પકડી પાડી, તેમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો. સુનિલકુમાર ચેતન લાલ ઈનોવા ગાડી મુકીને ભાગવા જતા હતા ત્યારે પોલીસે તેનો પીછો કરીને તેમને પકડી પાડ્યો હતો. આ ઈસમ વિષ્ણુનગર બાર વાલા ઝાલોદ રાજસ્થાનનો વતની હતો.

રખિયાલ પીપલજ વચ્ચે સાહેબજીના મુવાડા મેશ્વો નદીના પુલ ઉપર આ ગાડીનો ચાલક આવ્યો હતો. ત્યારે પોલીસની ગાડી વચ્ચે જાેતાં ગાડી પાછી વાળીને ગાડી મુકીને ભાગવા જતો પોલીસે તેનો પીછો કરીને પકડી પાડ્યો હતો.

રખિયાલ પોલીસને બે દિવસમાં બે સ્થળેથી ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો. ઈંગ્લીશ દારૂની ૨૯ પેટી, એક મોબાઇલ અને ઈનોવા ગાડી સાથે ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. રખિયાલ પોલીસને બાતમી મળી હતી કે ઈનોવા સફેદ કલરની ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરીને આવવાનો છે, એવી પાકી બાતમીના આધારે પોલીસે સર્ચ ઓપરેશન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.