પાલડી વર્ષા ફલેટના મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનવણી
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં લદાયેલા અશાંત ધારાના પગલે શહેરના પાલડી વિસ્તારમાં અશાંતધારાનો ભંગ કરી વર્ષા ફલેટ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક નાગરિકોએ ભારે હોબાળો મચાવતા સરકારી તંત્ર એલર્ટ થયું હતું અને આ અંગે તપાસ કર્યા બાદ જિલ્લા કલેકટરે આ ફલેટમાં રહેતા ૩પ કુટુંબોને ફલેટ ખાલી કરવા નોટિસો પાઠવી હતી ફલેટ ખાલી કરવા માટે અપાયેલી મુદતનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પણ આજે આ મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે .
આ અંગેની વિગત એવી છે કે શહેરના પાલડી વિસ્તારમાં અશાંતધારાનો ભંગ કરી વર્ષા ફલેટ બનાવવામાં આવ્યો હતો અને તેમાં ૩પ કુટુંબો પણ રહેવા આવી ગયા હતા આ મુદ્દે સ્થાનિક નાગરિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ઉગ્ર દેખાવો કર્યા હતા
ત્યારબાદ આ અંગે તપાસ કરી અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ ફલેટમાં રહેતા ૩પ પરિવારોને ફલેટ ખાલી કરવા નોટિસ પાઠવી હતી અને નોટિસમાં જણાવ્યા મુજબ ફલેટ ખાલી કરવા માટે આજે છેલ્લો દિવસ છે બીજીબાજુ આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પણ આજે મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે જેના પર તમામની નજર મંડાયેલી છે.