વિવાદો સાથે આદિત્ય નારાયણનો જૂનો સંબંધ
પહેલાં આદિત્યએ અલીબાગના નિવેદન પર માફી માગી હતી, બે વર્ષ પહેલાં એક્સિડન્ટ કેસમાં નામ ઉછળ્યું હતું
મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨ના હોસ્ટ આદિત્ય નારાયણે હાલમાં જ ખુલાસો કર્યો છે કે તે ગ્રેમી અવોર્ડ જીતનારો પહેલો ભારતીય સંગીતકાર બનવા માગે છે. ગ્રેમીમાં પર્ફોર્મ કરવાનું તેનું સપનું પણ છે. જાેકે, છેલ્લા થોડા દિવસથી આદિત્ય નારાયણ લોકોની આંખમાં ચડી ગયો છે. સિંગર અમિત કુમારની પ્રતિક્રિયા પર ટિપ્પણી કરવાની વાત હોય કે વિડીયો શેર કરીને લોકોની માફી માગવાની વાત હોય આદિત્ય નારાયણ છેલ્લા થોડા દિવસથી ખૂબ ચર્ચામાં છે. જાેકે, આ પહેલીવાર નથી જ્યારે આદિત્ય નારાયણ વિવાદમાં સપડાયો હોય. ભૂતકાળમાં પણ અનેક વખત આદિત્ય વિવાદોમાં ઘેરાઈ ચૂક્યો છે. અહીં આદિત્ય સાથે જાેડાયેલા આવા જ કેટલાક વિવાદો વિશે વાત કરીશું.
ઈન્ડિયન આઈડલ ૧૨માં થોડા દિવસ પહેલા કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડ પ્રસારિત થયો હતો. જેમાં તેમના દીકરા અમિત કુમાર હાજર રહ્યા હતા. તેમણે એપિસોડ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ આદિત્યએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, “મને લાગે છે કે આપણે સૌના અભિપ્રાયને માન આપવું જાેઈએ પરંતુ ધ્યાન તો સારો શો દર્શકો સુધી પહોંચે તેના પર જ રાખવું જાેઈએ. કિશોર કુમારના એપિસોડને સારી ટીઆરપી મળી હતી. તમને કહી દઉં કે અમે કિશોર કુમાર સાથે સ્પર્ધા નહોતા કરતા, અમે તેમને સેલિબ્રેટ કરતા હતા.
તમે નથી જાેયું કે કેટલાય ગાયકો પાર્ટીઓમાં કિશોર કુમારના ગીતો ગાતા હોય છે. આ તે પ્રકારની જ વસ્તુ હતી. ઈન્ડિયન આઈડલ ૧૨ના તાજા એપિસોડમાં આદિત્ય નારાયણે મહારાષ્ટ્રના શહેર અલીબાગ માટે નેશનલ ટીવી પર અપમાનજનક વાત કહી હતી. જેની સામે સ્દ્ગજીએ વાંધો ઉઠાવ્યો હતો અને શોના મેકર્સ પાસે માફીની માગ કરી હતી. જાે તેઓ માફી નહીં માગે તો પગલાં લેવાની ચેતવણી આપી હતી.
ત્યારબાદ આદિત્ય નારાયણે સોશિયલ મીડિયા પર લેખિત તેમજ વિડીયો દ્વારા માફી માગી હતી. ઈન્ડિયન આઈડલ ૧૧માં શોના હોસ્ટ આદિત્ય નારાયણ અને જજ નેહા કક્કર વચ્ચે રોમેન્ટિક એંગલ બતાવાયો હતો. વેલેન્ટાઈન્સ ડે નજીક બંનેના લગ્નની જાહેરાત ઈન્ડિયન આઈડલના મંચ પરથી કરવામાં આવી હતી.
એટલું જ નહીં આદિત્યના માતાપિતાએ નેહા પુત્રવધૂ તરીકે પસંદ આવશે તેવા કેટલાક નિવેદનો પણ આપ્યા હતા. શોમાં નેહા અને આદિત્યના નકલી લગ્ન માટે સેટઅપ પણ તૈયાર કરાયું હતું. આ એપિસોડ બાદ બંને હકીકતે લગ્ન કરવાના છે તેવી ચર્ચાએ જાેર પકડ્યું હતું. જાેકે, થોડા સમય બાદ આદિત્યએ સ્પષ્ટતા કરી હતી કે આ ડ્રામા માત્ર ટીઆરપી માટે કરવામાં આવ્યો હતો.