Western Times News

Gujarati News

રાહુલ વૈદ્યને પહેલાં અનુ મલિકે ઠપકો આપ્યો હતો

મુંબઈ: રાહુલ વૈદ્ય સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની પહેલી સીઝનમાં ભાગ લઈ ચૂક્યો છે. બિગ બોસ ૧૪ દરમિયાન તેના આ સિંગિંગ રિયાલિટી શો સાથે જાેડાયેલા અનેક વીડિયો સામે આવ્યો હતા. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રાહુલ વૈદ્યના પર્ફોર્મન્સથી જજ સોનુ નિગમ અને અનુ મલિક નારાજ જાેવા મળી રહ્યા છે. બંને રાહુલને ઠપકો પણ આપે છે જેના પર તે તેમની માફી પણ માગે છે. રાહુલ વૈદ્ય બિગ બોસ ૧૪નો વિનર ભલે ન બન્યો હોય પરંતુ રનર અપ બનીને પણ તેણે દર્શકોના દિલ જીતી ચૂક્યો છે.

આ પહેલા તે ઈન્ડિયન આઈડલનો ભાગ રહી ચૂક્યો છે. આ શો દરમિયાન પણ તેને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો. રાહુલ આ શોનો વિનર નહોતો બની શક્યો પરંતુ સેકન્ડ રનર અપ રહ્યો હતો. તેણે શોનાં જજને ઘણીવાર ઈમ્પ્રેસ કર્યા હતા, જાે કે કેટલીકવાર સારું પર્ફોર્મન્સ ન કરી શકવાના કારણે બે શબ્દો સાંભળવા પણ પડ્યા હતા. રાહુલ વૈદ્યનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, રાહુલ વૈદ્ય કલ હો ના હોનું સોન્ગ ‘પ્રીટિ વુમન’ ગાઈ રહ્યો છે.

તે જેવું ગાવાનું શરૂ કરે છે કે સોનુ નિગમના ચહેરા પર અજીબ એક્સપ્રેશન જાેવા મળે છે. રાહુલ જ્યારે ગાવાનું ખતમ કરે છે તો, સોનુ નિગમ તેને કહે છે કે, ‘હું તને એક વાત કહેવા માગુ છું રાહુલ, દિવસેને દિવસે તારું પર્ફોર્મન્સ ખરાબ થતું જઈ રહ્યું છે. જે તે સૌથી પહેલા ગાયું હતું, તે એટલું સારું ગાયું હતું કે અનુ મલિકે કહ્યું હતું કે, તું આવી ગયો રે તું આવી ગયો’.

મેં કહ્યું હતું કે બાકીના જે ત્રણ બચશે તેમા તું આવીશ. પછી તે એ જ સોન્ગ પર થોડું ખરાબ ગાયું, કાલે ગાયું તે પણ ખરાબ ગાયું અને આજે તો સાવ ખરાબ ગાયું. તો અનુ મલિકે કહ્યું કે, તને તારા પર એટલો ઓવર કોન્ફિડન્સ છે. આંખો અને ચહેરા પર એટિટ્યૂડ દેખાય છે. તને એવું લાગે છે કે, માત્ર હું જ છું. એ તારા અવાજમાં જાેવા મળે છે. જે નમ્રતા હોય છે એ અવાજમાં આવે છે. પહેલા તું કેવી રીતે ગાતો હતો. તારી ભૂખ જાેવા મળતી હતી. આજે તું અહીંયા આવ્યો છે, તો તારી ભૂખ જાેવા નથી મળતી. તને એવું લાગે છે કે, હું આવી ગયો છું. આ એટિટ્યૂડ છે તારામાં’. બાદમાં રાહુલ વૈદ્ય માફી માગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.