માલપુરના મોરડુંગરી ખાતે ખોડલધામના નરેશ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના મોરડુંગરી ગામે આવેલા જલારામ મંદિર ખાતે બાવન ગામ લેઉઆ પાટીદાર સમાજ-માલપુર અને જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા મંગળવારે ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના ચેરમેન નરેશ પટેલ શુભેચ્છા સહ અભિવાદન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં નરેશ પટેલની સાકારતુલા કરવામાં આવી હતી નરેશ પટેલે બિન અનામત નીતિથી સંતોષિત હોવાનું ઉપસ્થિત જનમેદનીને જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં દિનેશભાઇ કુંભાણી (ખોડલધામ ટ્રસ્ટી),બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા, તથા બાવન ગામ લેઉઆ પાટીદાર સમાજ માલપુરના મુખી કાંતિભાઈ.બી. પટેલ અને જગદીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બાવન ગામ લેઉઆ પાટીદાર સમાજ-માલપુર અને જીલ્લા ખોડલધામ સમિતિ ભારે જહેમત ઉઠાવી હતી વિનોદ પટેલ,પંકજ પટેલ અને તેમની ટીમે પુષ્પ ગુચ્છ આપી આવકાર્ય હતા