Western Times News

Gujarati News

વોડાફોન આઇડીયાએ અમદાવાદમાં ટર્બોનેટ 4G લોન્ચ કર્યું  

ટર્બોનેટ 4G ઇન્ટિગ્રેટેડ નેટવર્કની મજબૂતાઇ પર ઊભુ કરવામાં આવ્યું છે – જે 4G કવરેજમાં વધારો કરે છે, વધુ ક્ષમતા, ટર્બો સ્પીડ અને નીચી પ્રતિભાવ સમય આપે છે  

 અમદાવાદ, 3 સપ્ટેમ્બર 2019: ભારતની અગ્રણી સંદેશાવ્યવહાર સેવા પૂરી પાડતી વોડાફોન આઇડીયા લિમીટેડે આજે જ્યાં પોતાનું સફળ ઇન્ટિગ્રટેડ નેટવર્ક ધરાવે છે તેવા 17 જિલ્લાઓ અને 1 યુટી (દીવ)માં ટર્બોનેટ 4G લોન્ચ કર્યું હોવાની જાહેરાત કરી છે.

આ પ્રસંગે બોલતા વોડાફોન આઇડીયા લિમીટેડના ગુજરાતના બિઝનેસ વડા અભિજિત કિશોરે જણાવ્યું હતું કે “ટર્બોનેટ 4G સાથે, વોડાફોન આઇડીયાના 17 જિલ્લાઓ અને 1 યુટી (દીવ)માં રહેલા ગ્રાહકો તેમના સ્માર્ટફોન પર કન્ટેન્ટનો વપરાશ કરતી વખતે વધુ ઝડપી ડાઉનલોડ અને અપલોડ સ્પીડ, વધુ સારી કવરેજ અને વિસ્તરિત યૂઝર અનુભવ પ્રાપ્ત કરશે. સમાન નેટવર્ક અને સમૃદ્ધ ડિજીટલ કન્ટેન્ટ સાથે અમે ગુજરાતમાં અમારી માર્કેટ સ્થિતિને વધુ મજબૂત બનાવી શકીશું તેવો આત્મવિશ્વાસ છે”.

વોડાફોન ઇન્ડિયાનું 33 જિલ્લાઓમાંથી 17માં અને 1 યુટીમાં હવે ઉપરોક્ત ઇન્ટીગ્રેશન બાદ વધુ મોટુ, મજબૂત અને ઝડપી બની ગયું છે. 4G, 3Gઅને 2G સેવાઓના 3 કરોડથી વધુ ગ્રાહકો સાથે સૌથી મોટી ટેલિકોમ ઓપરટર છે.

વોડાફોન આઇડીયા લિમીટડના ચિફ ઓપરેટિંગ ઓફિસર વિશાંત વોરાના અનુસાર, “અનેક માર્કેટમાં બે મજબૂત નેટવર્કના ઇન્ટીગ્રેશન (સંકલન)થી વોડાફોન આઇડીયા વધુ શક્તિશાળી, સુપર ચાર્જ્ડ અને વધુ મોટુ સ્પેક્ટ્રમ ધરાવતુ નેટવર્ક બની રહ્યું છે તેમજ ભવિષ્યની ફીટ ટેકનોલોજીઓનું ડિપ્લોયમેન્ટ કરી રહી છે. ટર્બોનેટ પુનઃશોધ કરાયેલ 4G નેટવર્કને સચોટપણે ડિફાઇન કરે છે જે વધુ વિશાળ કવરેજ, વિસ્તરિત ક્ષમતા, ટર્બો સ્પીડ્ઝ અને ચડીયાતો ગ્રાહક અનુભવ પૂરો પાડે છે. અમારુ એકસમાન નેટવર્ક બન્ને ગ્રાહકોને એક બ્રાન્ડ રજૂઆત – ટર્બોનેટ 4G હેઠળ ભારતમાં દરેક ઇન્ટીગ્રેટેડ માર્કેટમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેથી ચાહે તમે વોડાફોન કે આઇડીયાના ગ્રાહક હોય, તમારુ નેટવર્ક હવે વધુ મોટુ, મજબૂત અને વધુ સારુ બની ગયું છે.”

નેટવર્કમાં વધારો કરવા અને દેશના મોટા ભાગના સ્થળોએ કવરેજ કરવા માટે રેડીયો નેટવર્ક ઇન્ટિગ્રેશનમાં મજબૂતાઇ અને નવા યુગની ટેકનોલોજીઓ જેમ કે સ્પેક્ટ્રમ રિ-ફ્રેમીંગ, M-MIMO,L900, TDD અને સ્મોલ સેલ્સનું સફળતાપૂર્વક લાગુ પાડ્યા બાદ ટર્બોનેટ લોન્ચ કરવામાં આવ્યું છે.

અમદાવાદ ટર્બોનેટ 4G સેવાઓ પ્રાપ્ત કરવાર દેશના બહુ થોડા શહેરોમાંનું એક બન્યું છે. તે રાજકોટ, ગાંધીનગર, ગાંધીધામ અને કલોલ જેવા શહેરોના વોડાફોન આઇડીયાના ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ રહેશે. હાલામાં અમે જે જિલ્લાઓમાં અમે ટર્બોનેટ 4G ઓફર કરીએ છીએ તેમાં અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, મોરબી, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, દાહોદ, દીવ, ગીર, સોમનાથ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. ટર્બોનેટ 4G સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં પણ ઉપલબ્ધ છે.

વોડાફોન આઇડીયાનું ટર્બોનેટ 4Gને હવે પછીના થોડા મહિનામાં દેશભરમાં તબક્કાવાર ચાલુ કરવામાં આવશે. નેટવર્ક ઇન્ટીગ્રેશન ઝડપથી કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતન 72 ટકા જિલ્લાઓને જોડી દેવામાં આવ્યા છે.

દરેક માર્કેટમાં અંતરાયવિહીન નેટવર્ક ઇન્ટીગ્રેટ અને ઇષ્ટતમ બનાવવા માટે વોર રુમ્સ રાષ્ટ્રીય સ્તરે અને સર્કલ સ્તરે સ્થાપવામાં આવ્યા છે જેથી પૂણેમાં વૈશ્વિક કક્ષાના કાર્યરત SNOC દ્વારા તેની પર દેખરેખ રાખી શકાય અને સંચાલન કરી શકાય. બ્રોડબેન્ડ ટેસ્ટીંગ અને વેબ આધારિત નેટવર્ક ડાયગ્નોસ્ટિક એપ્લીકેશનમાં અગ્રેસર એવી ઓકીયાના અનુસાર વોડાફોન અ આઇડીયા બ્રાન્ડઝ ઝડપી અપલોડ અને ડાઉનલોડ 4G સ્પીડ અનેક ઇટીગ્રેટેડ માર્કેટમાં આપે છે. વધુ વિગતો મુલાકાત લો www.vodafoneidea.com.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.