વલસાડ પોલીસે અલગ-અલગ સ્થાને દરોડા પાડી ૭ બોગસ તબીબો સામે કરી કાર્યવાહી
વલસાડ, કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સમાન્ય શરદી, ખાસી, તાવ હોય તો પણ અનેક લોકો નજીકના દવાખાને પહોંચી જતા હોય છે. ત્યારે આવા સંજાેગોમાં આજે પણ ઝોલાછાપ ડોક્ટરો ખૂણે ખાંચરે કોઈ પણ પ્રકારની પરવાનગી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવ્યા છે.
વલસાડ પોલીસે અલગ-અલગ સ્થાને દરોડા પાડી ૭ બોગસ તબીબો સામે કાર્યવાહી કરી ત્યારે આવા ઝોલાછાપ ડોક્ટરને પાઠ ભણાવવા માટે વલસાડ પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી અને તાલુકાના અલગ-અલગ વિસ્તારમાં રેડ પાડી કુલ ૭ જેટલા બોગસ ડોક્ટરો ઝડપી પાડ્યા છે. જેમની પાસે સારવાર આપવા માટેની કોઈ પણ ડીગ્રી નથી.
તેઓ લોકોના આરોગ્ય સાથે સીધી રીતે ચેડા કરતા હતા.યુનાની અને એલોપેથી દવાઓ મળી કુલ ૩,૩,૭૭નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો વલસાડ પોલીસે બોગસ ડોક્ટરોને ઝડપી લેવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. અનેક સ્થળે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી,
જેમાં વલસાડ રૂરલ વિસ્તારમાં આવેલા ગુંદલાવ ઉજ્જવળ નગરમાં ક્લીનીક ચલાવતા પપ્પુરામ કિશોર પ્રજાપતિને ત્યાં રેડ કરી ઝડપી લીધો હતો. જેની પાસેથી યુનાની દવાઓ અને એલોપેથી દવાઓ મળી કુલ ૩,૩,૭૭નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.વલસાડ પોલીસે અલગ-અલગ સ્થાને દરોડા પાડી ૭ બોગસ તબીબો સામે કરી કાર્યવાહી કરી હતી.