Western Times News

Gujarati News

ઘરે જ પ્રિન્ટિંગ મશીનથી નકલી નોટો છાપતો આરોપી ઝડપાયો

ગાંધીનગર, કોરોના મહામારીમાં પોલીસને સોંપવામાં આવતી કામગીરી પણ ક્યારેક ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ રૂપ થઈ શકે છે. આવા જ એક ગુનો ભેદ ઉકેલવામાં માણસા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ અને વાહન ચેકિંગ દરમિયાન ૩૦ લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ સંતોષ રાવળ છે, આરોપી સંતોષ રાવળ પર લાગ્યો છે બનાવટી ચલણી નોટો હેરાફેરી કરવાનો આરોપ.

ગાંધીનગરની માણસા પોલીસ રાત્રી દરમ્યાન વાહન ચેકિંગમાં હતી, ત્યારે અમદાવાદ પાર્સિંગ એક ટુ વ્હીલર રાત્રી કર્ફ્‌યુ દરમિયાન પસાર થતા પોલીસે તેને ઊભો રાખી ચેક કરતા તેના થેલામાંથી ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. બાદમાં પોલીસને મોટી માત્રામાં મળેલી નોટો અંગે શંકા જતા તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી.

જૉકે આ ચલણી નોટોના સિરીઝ નંબર એક જ ક્રમાંકમાં હોવાનું સામે આવતા પોલીસે  બેંકના અધિકારીઓ પાસે ચેક કરાવતા નોટો બનાવટી હોવાનું માલુમ પડ્યું હતું. માણસા પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી સંતોષ રાવળે કબૂલ્યું હતું કે આ બનાવટી ચલણી નોટો પોતાના જ ઘરે પ્રિન્ટિંગ મશીનમાં છાપેલી છે.

અને આ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બનાવટી ચલણી નોટો છાપવાનો પ્રયોગ કર્યો હતો. એટલું જ નહીં અગાઉ પણ આરોપી સંતોષ રાવળ અગાઉ કલોલ, ડભોડા અને ઇન્ફોસિટી પોલીસના ચોપડે પણ આરોપી નોંધાઈ ચૂક્યો છે. હાલ તો પોલીસે આરોપી સંતોષ પાસેથી ગુનામાં વપરાયેલી ટુ વ્હીલર મોબાઈલ અને ૩૦ લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો કબજે કરી છે.

જેમાંથી ૨હજારના દરની ૧૧૩૭, ૫૦૦ના દરની ૧૨૦૪ અને ૧૦૦ના દરની ૧૨૪૦ જેટલી નોટો કબજે કરવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે પોલીસ આરોપી રિમાન્ડ મેળવી તે અંગે પણ પૂછપરછ કરશે કે અગાઉ તેની આવી બનાવટી ચલણી નોટો કોને કોને કેટલી માત્રામાં વેચી છે અને તેનો શું ઉપયોગ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.