સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે “ડિજિસ્માર્ટ” ક્રેડિટ કાર્ડ લોંચ કરવાની જાહેરાત કરી
મુંબઈ (ભારત) : સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આજે એનું “ડિજિસ્માર્ટ” ક્રેડિટ કાર્ડ લોંચ કરવાની જાહેરાત કરી હતી, જે માટે મુખ્યત્વે યુવા પેઢીમાં સતત વધતી માગ જવાબદાર છે. આ ક્રેડિટ કાર્ડ આખું વર્ષ તાત્કાલિક ડિસ્કાઉન્ટ્સ* ઓફર કરશે અને ટ્રાવેલ, મનોરંજન, ફેશન, ગ્રોસરી અને ફૂડ ડિલિવરીની મુખ્ય ઇ-કોમર્સ કેટેગરીઓમાં લાભ પ્રદાન કરશે.
આ ક્રેડિટ કાર્ડ રૂ. 49ની સાધારણ ફી પર ઉપલબ્ધ છે. જોકે અગાઉનાં મહિનામાં ગ્રાહક રૂ. 5,000 કે વધારે ખર્ચ કરશે તો આ ફી માફ થશે. પ્રથમ તબક્કામાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે મૈન્ત્રા, ગ્રોફર્સ, યાત્રા, ઝોમેટો, ઓલા અને આઇનોક્સ સાથે આ ક્લાયન્ટ માટે વિશિષ્ટ મલ્ટિ-બ્રાન્ડ પ્રોડક્ટ સાથે જોડાણ કર્યું છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ઇન્ડિયાનાં ક્રેડિટ કાર્ડ્સ, પર્સનલ લોન્સ, મોર્ગેજીસ અને પેમેન્ટ્સનાં મેનેજિંગ ડાયરેક્ટર જિનેશ શાહે કહ્યું હતું કે, “સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનું “ડિજિસ્માર્ટ” ક્રેડિટ કાર્ડ અમારાં ગરાહકોની સતત બદલાતી માગોને પૂર્ણ કરીને ઉત્પાદનોને સંવર્ધિત કરવાની અમારી કટિબદ્ધતા વ્યક્ત કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ઉપભોગ વધવાથી ક્રેડિટ કાર્ડ ઉદ્યોગમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. આજની સતત પ્રવાસ કરતી યુવા પેઢી ફેશન, ફૂટ અને મનોરંજનમાં લેટેસ્ટ ટ્રેન્ડને અપનાવે છે, જે સરળ ક્રેડિટ ઉત્પાદનો માટે વધતી માગ તરફ દોરી જાય છે. અમે ખરાં અર્થમાં માનીએ છીએ કે, “ડિજિસ્માર્ટ” ક્રેડિટ કાર્ડ એક પ્રોડક્ટ છે, જે આકર્ષક ઓફરનાં લાભ સાથે સુવિધા આપે છે.”