Western Times News

Gujarati News

અશોક લેલેન્ડ હેવી ડ્યુટી ટ્રક્સની ફૂલ રેન્જ માટે BS-VI સર્ટિફિકેશન મેળવ્યું

 ચેન્નાઈઃ હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અને ભારતમાં સૌથી મોટી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક કંપનીઓમાંની એક અશોક લેલેન્ડ હેવી ડ્યુટી ટ્રક્સ (16.2ટી અને વધારે જીવીડબલ્યુ)ની સંપૂર્ણ રેન્જ બીએસ-6 ઉત્સર્જનનાં નિયમોનું પાલન કરનાર પ્રથમ ભારતીય ઓઇએમ બની ગઈ છે. 29 ઓગસ્ટ, 2019નાં રોજ અશોક લેલેન્ડનાં ચીફ ટેકનોલોજી ઓફિસર ડો. એન સરવાનને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એઆરએઆઈ) પાસેથી બીએસ-6 ઉત્સર્જનનાં ધારાધોરણોનું પાલન કરવાની પુષ્ટિ આપતું પ્રમાણપત્ર મેળવ્યું હતું.

એઆરએઆઈ ભારત સરકાર સાથે ઓટોમોટિવ ઉદ્યોગ દ્વારા સ્થાપિત દેશની અગ્રણી ઓટોમોટિવ આરએન્ડડી સંસ્થા છે. આ ભારત સરકારનાં ભારે ઉદ્યોગ અને જાહેર ઉદ્યોગસાહસ મંત્રાલય સાથે સંલગ્ન સ્વાયત્ત સંસ્થા છે, જે વિસ્તૃત સર્ટિફિકેશન ઓફર કરે છે અને તમામ પ્રકારનાં વાહનો માટે સ્વીકૃત સેવાઓ છે.

 અશોક લેલેન્ડનાં ચેરમેન શ્રી ધીરજ હિંદુજાએ આ સફળતા પર કહ્યું હતું કે, અશોક લેલેન્ડ કમર્શિયલ વ્હિકલ ઉદ્યોગમાં નવી ટેકનોલોજી પ્રસ્તુત કરવામાં હંમેશા પથપ્રદર્શક છે અને અમારાં ભારે વાહનોની રેન્જમાં બીએસ-6 ઉત્સર્જનનાં ધારાધોરણો પૂર્ણ કરવાની સફળતા ટેકનોલોજી લીડર્સ તરીકે અમારી પોઝિશનને મજબૂત બનાવશે. બીએસ 4માંથી બીએસ 6માં ટ્રાન્ઝિશનનો અત્યંત ટૂંકો ગાળો હોવા છતાં અમે વિસ્તૃત પરીક્ષણ કર્યા છે અને 7 મહિના અગાઉ અમને ખાતરી છે કે, અમારી સ્વદેશી વિકસિત ટેકનોલોજી અમને શ્રેષ્ઠ અને સ્પર્ધાત્મક સોલ્યુશન્સ પ્રદાન કરશે, જે અમારાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી પાડશે. અમે સ્વદેશી સંશોધન અને વિકાસ પ્રત્યે કટિબદ્ધ છીએ, જે પ્રસ્તુત અને કસ્ટમાઇઝ અભિગમ સાથે બજારની જરૂરિયાતો પૂર્ણ કરે છે.

 એલસીવી અને આઇસીવી રેન્જમાં કમ્પાલાયન્સ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને અમે બીએસ 6 એપ્લિકેશનમાં 70એચપીથી 360 એચપી સુધીની વિસ્તૃત રેન્જ ઓફર કરશે.

  આ સફળતા પર અશોક લેલેન્ડનાં ચીફ ટેકનોલોજી ઓફિસર ડો. એન. સરવાનને કહ્યું હતું કે, દિલ્હીમાં ઓટો-એક્ષ્પો 2016 દરમિયાન યુરો-6 ટ્રક પ્રદર્શિત કરનાર અમે પ્રથમ ભારતીય ઓઇએમ હતાં અને અમે સમયમર્યાદા અગાઉ અમારાં તમામ હેવી ડ્યુટી ટ્રક રેન્જમાં બીએસ-6 વાહનો રજૂ કરનાર પ્રથમ છીએ. ટેકનોલોજી અને એની સુસંગતા અમારી ખાસિયત છે.

બીએસ-3 અથવા બીએસ-4 માટે આઇઇજીઆર ટેકનોલોજી માટે મિકનિકલ પમ્પનો ઉપયોગ હોય, અમે અમારાં ગ્રાહકોને પ્રોડક્ટની સંપૂર્ણ લાઇફસાયકલ દરમિયાન મૂલ્ય પ્રદાન કરવા ટેકનોલોજીનું સરળીકરણ કરવા આતુર છીએ. અમારી બીએસ-6 રેન્જ સાથે અમે વિશ્વસનિયતા અને સરળ કામગીરીની ખાતરી આપવાનું ચાલુ રાખીશું. ઉપરાંત અમે આ રેન્જ માટે સંપૂર્ણપણે નવું મોડ્યુલર વ્હિકલ પ્લેટફોર્મ વિકસાવ્યું છે તેમજ લોડિંગ સ્પાન, કેબિન્સ, સસ્પેન્શન્સ અને ડ્રાઇવટ્રેન્સની વિવિધ કામગીરીઓ સાથે ગ્રાહકની વધતી જતી વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો અમને વિશ્વાસ છે. આ કોમ્બિનેશન કસ્ટમ બિલ્ટ પ્રોડક્ટ કન્ફિગરેટર દ્વારા ગ્રાહોને ઓફર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.