વીરપુર હાઇવે ઉપર અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/accident.jpg)
વીરપુર: વીરપુર હાઇવે પર આવેલ અમરદીપ હોટેલ સામે એક ટ્રક અને ટાટા ૪૦૭ નો અકસ્માત સર્જાયો હતો,જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.તાલાળા થી કેરીના બોક્ષ ભરીને સુરેન્દ્રનગર જતા સુરેન્દ્રનગરના રહેવાસી યોગેશભાઈ પાટડીયા તેમજ તેમના પત્ની શ્રદ્ધાબેન પાટડીયા તેમજ યોગેશભાઈના મિત્ર વિપુલભાઈ મૂઢવા પોતાના ટાટા ૪૦૭ નં.ય્ત્ન-૦૭-રૂ-૦૪૧૬ લઈને સુરેન્દ્રનગર જતા હતા
ત્યારે રસ્તામાં વીરપુર પાસે અમરદીપ હોટેલ સામે હાઇવે પર આગળ જતાં ટ્રક નં.ય્ત્ન- ૦૧- મ્રૂ- ૩૪૪૯ નંબરના ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી વળાંક લેતા પાછળ આવતા ટાટા ૪૦૭ ના ડ્રાઇવર વિપુલભાઈએ કાબુ ગુમાવતા ટ્રક પાછળ ટાટા ૪૦૭ ટકરાતા ટાટા ૪૦૭નો બુકડો બોલી ગયો હતો જ્યારે તેમાં બેસેલા શ્રદ્ધાબેન યોગેશભાઈ પાટડીયા ઉ.૨૮નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું
જ્યારે યોગેશભાઈ પાટડીયા તેમજ ડાઇવર વિપુલભાઈ મૂઢવાને સામાન્ય ઇજા પહોંચી હતી,ઘટનાની જાણ થતા જ વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા અને અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિને વીરપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતમાં મૃત્યુ થનાર મહિલાની ડેડબોડીને વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી વધુ તપાસ વીરપુર પોલીસે હાથ ધરી હતી.