Western Times News

Gujarati News

ટિ્‌વટર અને ભારત સરકાર વચ્ચે વિવાદ, હાઈકોર્ટે ટિ્‌વટર ઈન્ડિયાને નોટીસ આપી

નવીદિલ્હી: નવા આઇટી નિયમોનુ પાલન ન કરવા અંગે ટિ્‌વટર સામે દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેના પર હાઈકોર્ટે સોમવારે સુનાવણી કરી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સૂચના પ્રોદ્યોગિકી(મધ્યવર્તી દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમ, ૨૦૨૧નુ કથિત રીતે પાલન ન કરવા અંગે એક નોટિસ જારી કરી છે.

તમને જણાવી દઈએ કે ભારત સરકારના નવા આઈટી નિયમો જાહેર થયા બાદ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મે નવા નિયમોના પાલનની વાત કહી હતી પરંતુ ટિ્‌વટરે આવુ ન કર્યુ. ટિ્‌વટર ઈન્ડિયાએ ભારત સરકારના નવા નિયમોનો વિરોધ કર્યો જેના માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. આ અરજી વકીલ અમિત આચાર્ય દ્વારા દાખલ કરવામાં આવી છે.

સોમવારે સુનાવણી દરમિયાન ટિ્‌વટરે અદાલતને જણાવ્યુ કે તે સોગંદનામુ દાખલ કરશે. ટિ્‌વટરનુ કહેવુ છે કે તેમણે સૂચના પ્રૌદ્યોગિકી(મધ્યવર્તી દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમ, ૨૦૨૧ અનુપાલન કર્યુ છે. ટિ્‌વટરે જણાવ્યુ કે તેમણે ૨૮ મેના રોજ રેસિડેન્ટ ગ્રિએવન્સ ઑફિસરની નિમણૂક કરી દીધી હતી. હવે આ મામલે આગામી સુનાવણી ૬ જુલાઈના રોજ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.