Western Times News

Gujarati News

મેલેરિયા મુક્ત ગુજરાત અંતર્ગત અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ટાયરના દુકાનોની ચકાસણી

અમદાવાદ જીલ્લાના ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૧૫ સબ સેન્ટર વિસ્તારમાં મંગળવારે મેગાડ્રાઇવ હાથ ધરાઇ

મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અન્વયે અમદાવાદ જીલ્લામાં જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસના સંયુક્ત ઉપક્રમે મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમારના માર્ગદર્શન અને જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના નિરીક્ષીણ હેઠળ એક સાથે અમદાવાદ જીલ્લાના ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૧૫ સબ સેન્ટર વિસ્તારના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, સુપરવાઇઝર સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યુ માટેના મેઇન સોર્સ માનવામાં આવતા ટાયરના દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી.

ચોમાસા પુર્વે મેલેરીયા શાખા દ્વારા અમદાવાદ જીલ્લામાં મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી ઉપરાંત મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગથી બચવાના ઉપાયો અંગે સમજણ આપવામાં આવી હતી. ટાયરમાં પાણી ન ભરાય તે માટે ઢાંકીને અથવા શેડમાં મુકવા માટે સુચના આપવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, અમદાવાદ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ જીલ્લાના ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૧૫ સબ સેન્ટર વિસ્તારના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, સુપરવાઇઝર સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યુ માટેના મેઇન સોર્સ માનવામાં આવતા ટાયરની દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી.

ડેન્ગ્યુના ઈંડા ત્રણ વર્ષ સુધી જીવંત રહે છે અને ગમે ત્યારે પાણી મળે તો જીવતા થઇ લાર્વી બને છે તથા થોડા દિવસોમાં જ મચ્છર બની જાય છે. મેલેરીયા તથા ડેન્ગ્યુનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા અને ડેન્ગ્યુ થતો રોકી શકાશે.
આ ઉપરાંત સરકારી, બિનવપરાશી મકાનોમાં મચ્છર ઉત્પત્તિ ના થાય તે ખાસ જોવા અને જીઆઇડીસીમાં મજુરી કરતા લોકોની વસાહત, લેબર મુવમેન્ટ પર ખાસ ધ્યાન રાખવા માટે આરોગ્ય કર્મચારીઓને સુચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.