Western Times News

Gujarati News

રાજ્યના અનેક IPSની આગામી સમયમાં બદલીઓ થાય તેવી શક્યતા

અમદાવાદ: સુરત કમિશ્નર અજય તોમર અને સીઆઇડી એડી.ડીજી અનિલ પ્રથમને ડીજીનું પ્રમોશન અપાયું છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓના એસપી રેન્જ આઈજીની બદલીઓ થાય તેવી સંભાવના છે. લાંબા સમયથી ફરજ બજાવી રહેલા અધિકારીઓની બઢતી અને બદલી કોવિડના કારણે અટકાવેલી રાખવામાં આવી હતી. રાત દિવસ જાેયા વિના કામ કરતા આઇપીએસની બઢતી બદલીનો દોર શરૂ થતાં અધિકારીઓમાં હર્ષ અને ઉત્સાહ છવાયો છે.

રાજ્યમાં પોલીસબેડામાં લાંબા સમયથી ફરજ બજાવતા બે આઇપીએસને બઢતી આપી પે ગ્રેડ વધારી અને હાલ મૂળ સ્થાને જ ચાલુ રાખવાનો ર્નિણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ૧૯૮૯ની બેચના આઇપીએસ અને હાલના સુરત કમિશ્નર અજય તોમર અને સીઆઇડી ક્રાઇમના એડ.ડીજી અનિલ પ્રથમ ડીજી તરીકે પે અપ ગ્રેડ કરી પ્રમોશન આપી અને જે તે જગ્યાએ ચાલુ રહેવાનો આદેશ કરાયો છે. તો બીજી બાજુ રાજ્યના અનેક જીલ્લાઓમાં અને રેન્જના આઇપીએસ પણ લાંબા સમયથી એકને એક જગ્યાએ ફરજ બજાવતા હોવાથી તેઓને પણ આગામી સમયમાં બદલીઓ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

જેમાં જામનગરના હાલના એસપી દીપેન ભદ્રન પ્રમોશન આવી ગયા છતાં ખાસ ઓપરેશન હેઠળ ફરજ એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે રાજ્યની અનેક ખાસ અને મહત્વની ગણાતી બ્રાન્ચમાં પણ અધિકારીઓના ડેપ્યુટશન પર જવાથી જગ્યાઓ ખાલી થતા આગામી સમયમાં મોટા ફેરફાર થાય તેવી આધારભૂત સુત્રોમાંથી માહિતી મળી રહી છે.

આ ઉપરાંત ૨૦૦૮ની બેચના પ્રદીપ સેજુલ અને શોભા ભૂતડાને પણ સિલેક્શન ગ્રેડ આપતા આઇપીએસ અધિકારીઓમાં હર્ષની લાગણી જાેવા મળી છે. ત્યારે આગામી સમયમાં પણ સૌરાષ્ટ્રના રાજકોટ ગ્રામ્ય, અમરેલી, ભાવનગર, જામનગર, બોટાદ સહિતના જિલ્લાઓના એસપી અને રેન્જ આઈજીની બદલીઓ થાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.