મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ૮ અધિકારીનાં ડોમિનિકામાં ધામા
નવી દિલ્હી, પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડમાં સામેલ મેહુલ ચોક્સીને ડોમિનિકાથી ભારત લાવવા માટેની કવાયત ભારત સરકારે વધારે તેજ બનાવી છે.
એવી વિગતો બહાર આવી છે કે, ડોમિનિકામાં ભારતની વિવિધ એજન્સીઓના આઠ અધિકારીઓ તેમજ સીઆરપીએફ કમાન્ડો તંબૂ તાણીને બેઠા છે. ભારત સરકાર બેક ચેનલ ડિપ્લોમસી થકી ડોમિનિકા પર મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે પણ દબાણ કરી રહી છે.
ચોક્સી સાથેના તમામ દસ્તાવેજાે સાથે આઠ અધિકારીઓની ટીમ પ્રાઈવેટ જેટ સાથે ડોમિનિકા પહોંચી છે. ભારતીય ટીમ પ્રયત્નો કરી રહી છે કે, મેહુલ ચોક્સીનુ ડોમિનિકાની સરકાર પ્રત્યાપર્ણ કરે.આ અધિકારીઓની ટીમમાં સીબીઆઈ અને ઈડીના અધિકારીઓનો સમાવેશ થાય છે.