Western Times News

Gujarati News

ચીનમાં માનવમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ સામે આવ્યો

प्रतिकात्मक

ઝેંજિયાંગ શહેરના એક ૪૧ વર્ષીય વ્યક્તિમાં બર્ડ ફ્લુનો સ્ટ્રેન મળી આવ્યો હતો અને હાલ તેની સ્થિતિ સ્થિર છેઃ વિશ્વભરમાં રોગને લઇને ભારે ચિંતા

વુહાન, ચીન ખાતે મનુષ્યમાં બર્ડ ફ્લુનો પહેલો કેસ સામે આવ્યો છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે મંગળવારે જણાવ્યું કે, ચીને દેશના પૂર્વીય જિઆંગસુ પ્રાંત ખાતે બર્ડ ફ્લુના એચ૧૦એન૩ સ્ટ્રેન સાથે માનવ સંક્રમણનો પ્રથમ કેસ નોંધ્યો છે. ઝેંજિયાંગ શહેરના એક ૪૧ વર્ષીય વ્યક્તિમાં બર્ડ ફ્લુનો સ્ટ્રેન મળી આવ્યો હતો અને હાલ તેની સ્થિતિ સ્થિર છે.

ચીનના અધિકારીઓએ જણાવ્યું કે, દર્દીઓમાં ૨૮ મેના રોજ એચ૧૦એન૩ એવિયન ઈન્ફ્લુએન્ઝા વાયરસ સામે આવ્યો હતો. હાલ તે વ્યક્તિ બર્ડ ફ્લુના એચ૧૦એન૩ સ્ટ્રેનથી કેવી રીતે સંક્રમિત થઈ તે જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અગાઉ વૈશ્વિક સ્તરે એચ૧૦એન૩ દ્વારા માનવ સંક્રમણનો અન્ય કોઈ કેસ સામે નથી આવેલો.

એચ૧૦એન૩ એ બર્ડ ફ્લુ વાયરસનો એક ઓછો રોગજનક અને અપેક્ષાકૃત ઓછો ગંભીર સ્ટ્રેન છે અને તે મોટા પાયે ફેલાય તેવું જાેખમ ખૂબ જ ઓછું છે. ચીનમાં એવિયન ઈન્ફ્લુએન્ઝાના અનેક અલગ-અલગ સ્ટ્રેન છે અને કેટલાક નાના પાયે લોકોને સંક્રમિત પણ કરે છે. ખાસ કરીને મરઘા પાલન કરતા લોકો તેનો ભોગ બનતા હોય છે.

એચ૫એન૮ ઈન્ફ્લુએન્ઝા એ વાયરસ (બર્ડ ફ્લુ વાયરસ તરીકે પણ ઓળખાય છે)નો એક ઉપપ્રકાર છે, જ્યારે એચ૫એન૮ ફક્ત મનુષ્ય માટે ઓછો જાેખમી છે પરંતુ તે જંગલી પક્ષીઓ અને મરઘા માટે અત્યંત ઘાતક છે. એપ્રિલમાં પૂર્વોત્તર ચીનના શેનયાંગ શહેરમાં જંગલી પક્ષીઓમાં અત્યાધિક રોગજનક એચ૫એન૬ એવિયન ફ્લુ મળી આવ્યો હતો.

બર્ડ ફ્લુ ફેલાવવા માટે અનેક વાયરસ જવાબદાર હોય છે પરંતુ તેમાં એચ૫એન૧ને સૌથી ખતરનાક માનવામાં આવે છે કારણ કે આ વાયરસ જ મનુષ્યમાં બર્ડ ફ્લુના સંવાહક તરીકે કામ કરે છે અને તેમને શિકાર બનાવે છે. મનુષ્યમાં બર્ડ ફ્લુના સંક્રમણનો પહેલો કેસ ૧૯૯૭ના વર્ષમાં સામે આવ્યો હતો જ્યારે હોંગકોંગમાં મરઘામાંથી તે એક વ્યક્તિમાં ફેલાયો હતો.

વર્ષ ૨૦૦૩થી બર્ડ ફ્લુનો આ વાયરસ ચીન, યુરોપ, આફ્રિકા સહિત એશિયાના અનેક દેશોમાં ફેલાવાનો ચાલુ થઈ ગયો હતો. વર્ષ ૨૦૧૩માં ચીનની એક વ્યક્તિ બર્ડ ફ્લુથી સંક્રમિત નોંધાઈ હતી. જાેકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કરેલા દાવા પ્રમાણે બર્ડ ફ્લુ સામાન્ય રીતે મનુષ્યને સંક્રમિત કે પ્રભાવિત નથી કરતો. હવે બર્ડ ફ્લુના એચ૧૦એન૩ સ્ટ્રેનનો નવો કેસ સામે આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.